Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: MS Dhoni નો સૌથી મોટો ખુલાસો! તમામ લોકોની સામે જણાવ્યું કોણ છે તેમની જિંદગીમાં નંબર-1

ધોની હાલમાં સીએસકેના સ્પોન્સર ઈન્ડિયા સીમેન્ટ્સની એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. અહીં ધોનીને તેના ફેન્સ દ્વારા એક અંગત પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ સવાલનો જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા.

VIDEO: MS Dhoni નો સૌથી મોટો ખુલાસો! તમામ લોકોની સામે જણાવ્યું કોણ છે તેમની જિંદગીમાં નંબર-1

નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગની ટીમ આઈપીએલ 2022ની ઓપનિંગ મેચની તૈયારી કરી રહી છે. 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ અને કોલકાતા નાઈડર્સની વચ્ચે પહેલી મેચ રમાશે. આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે અને તે આઈપીએલ 2022નો કપ ફરી એકવાર જીતવા માટે સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. આઈપીએલ પહેલા સીએસકેના કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને ફેન્સ પોતાની હસી રોકી શક્યા નથી. ધોની હંમેશાં પોતાની ચતુરાઈ માટે જાણીતા છે. આ વીડિયોમાં પણ ધોનીએ એક સવાલનો ચતુરાઈથી જવાબ આપ્યો છે.

એમએસ ધોનીના જીવનમાં આ છે નંબર-1
ધોની હાલમાં સીએસકેના સ્પોન્સર ઈન્ડિયા સીમેન્ટ્સની એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. અહીં ધોનીને તેના ફેન્સ દ્વારા એક અંગત પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ સવાલનો જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા. વાસ્તવમાં ફેન્સે ધોનીને પૂછ્યું, 'બધા જાણે છે કે તમે નંબર-1 છો. તમે દરેક ક્ષેત્રમાં નંબર-1 છો, પરંતુ જ્યારે તમે ઘરે જાઓ છો, ત્યારે કોણ નંબર-1 છે. તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, 'તમારી આસપાસના દરેકને જુઓ, બધા હસી રહ્યા છે, કારણ કે બધા જાણે છે કે ઘરમાં ગયા પછી પત્ની નંબર-1 છે.' ધોનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ચાર વખત ચેમ્પિયન બની છે CSK
સીએસકેના મહેન્દ્ર સિંહ ધોનીની કરિશ્માયુક્ત કેપ્ટનશીપમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. ધોનીની કપ્તાનીમાં ટીમ ચાર વખત આઈપીએલ ખિતાબ પર કબ્જો કરી ચુકી છે. જ્યારે, પોતાના શાંત અને ચતુર મનથી તેમણે CSK ટીમ માટે ઘણી મેચો જીતાડી છે. તેમની પાસે હારેલી મેચ જીતવાની કળા છે. આ વખતે પણ ટીમ ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. CSK 2010, 2011, 2018 અને 2021માં IPLની ચેમ્પિયન બની છે.

2011ની આઈપીએલ જેવી હશે 15મી સિઝન
આ વર્ષે IPLમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ 10 ટીમોને બે અલગ-અલગ જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે, 2011 પછી IPL ઇતિહાસમાં બીજી વખત આવો મોકો મળ્યો છે, જ્યાં ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ
એમએસ ધોની, મોઈન અલી, રુતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, દીપક ચહર, કેએમ આસિફ, તુષાર દેશપાંડે, શિવમ દુબે, મહેશ થીક્ષાના, રાજવર્ધન હંગરગેકર, સિમરજીત સિંહ, ડેવોન કોનવે, ડ્વેન પ્રેટ્ટો, ડ્વેન બ્રેવો. આદમ મિલ્ને, સુભ્રાંશુ સેનાપતિ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સી હરિ નિશાંત, એન જગદીસન, ક્રિસ જોર્ડન, કે ભગત વર્મા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More