Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: ચાલુ મેચમાં ગાયબ થઇ ગયો દડો, Replay માં થયો ખુલાસો કે આખરે ક્યાં હતો દડો

ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બેંગલુરૂ અને પંજાબ વચ્ચેની મેચમાં દર્શકોને લઇને ભરપૂર રોમાંચ જોવા મળ્યો. આ મેચમાં વિરાટ ભલે લાંબી ઇનિંગ રમી ન શક્યો, પરંતુ એબી ડિ વિલિયર્સે પોતાની ટીમના ફેન્સને નિરાશ ન કર્યા અને પોતાના તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન એક વિચિત્ર પરંતુ મજેદાર પળ ઇનિંગના બીજા સ્ટ્રેટજિક ટાઇમ આઉટ પછી આવી. ટાઇમ આઉટ બાદ બધા ખેલાડીઓ આશ્વર્યચકિત થઇ ગયા જ્યારે કોઇને ખબર ન હતી કે બોલ ક્યાં છે.

VIDEO: ચાલુ મેચમાં ગાયબ થઇ ગયો દડો, Replay માં થયો ખુલાસો કે આખરે ક્યાં હતો દડો

નવી દિલ્હી: ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બેંગલુરૂ અને પંજાબ વચ્ચેની મેચમાં દર્શકોને લઇને ભરપૂર રોમાંચ જોવા મળ્યો. આ મેચમાં વિરાટ ભલે લાંબી ઇનિંગ રમી ન શક્યો, પરંતુ એબી ડિ વિલિયર્સે પોતાની ટીમના ફેન્સને નિરાશ ન કર્યા અને પોતાના તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન એક વિચિત્ર પરંતુ મજેદાર પળ ઇનિંગના બીજા સ્ટ્રેટજિક ટાઇમ આઉટ પછી આવી. ટાઇમ આઉટ બાદ બધા ખેલાડીઓ આશ્વર્યચકિત થઇ ગયા જ્યારે કોઇને ખબર ન હતી કે બોલ ક્યાં છે.

સ્ટ્રેટજિક ટાઇમ આઉટ બાદ થયું કન્ફ્યૂજન
બેંગલુરૂની બીજી ઇનિંગની 14મી ઓવર મુરૂગન અશ્વિન બોલિંગ ફેંકી રહ્યા હતા. ઓવરના અંતિમ બોલ પર સ્ટોઇનિસે સિંગલ લીધો અને ત્યારબાદ એમ્પાયર ઓક્સેન્ફોર્ડએ સ્ટ્રેટજિક ટાઇમ આઉટનો ઇશારો કરી દીધો. ટાઇમ આઉટ બાદ જ્યારે ખેલાડી મેદાન પર ફિલ્ડિંગ પોઝિશન પર આવવા લાગ્યા, આર અશ્વિને અંકિત રાજપૂરને બોલીંગ કરવાનું કહ્યું. અહીયા બધા ખેલાડી માટે બોલ માટે એકબીજાને જોતા રહ્યા. 

અશ્વિન થયો પરેશાન, મંગાવ્યો બોલનો ડબ્બો
પહેલાં અંકિત રાજપૂતે પૂછ્યું કે બોલ ક્યાં છે. તેના પર અશ્વિન પણ આમતેમ જોવા લાગ્યો. અશ્વિન એમ્પાયર શમ્સુદ્દીન પાસે પહોંચ્યો. હવે મેદાન પર બધા લોકો બોલ માટે આમતેમ જોઇ રહ્યા હતા. અહીં એબી ડિવિલિયર્સ પણ પોતાની હસીને રોકી શક્યો નહી. અશ્વિન પરેશાન થવા લાગ્યો. એવામાં નવો બોલ મંગાવવામાં આવ્યો. સ્ટાફનો એક સભ્ય બોલનો ડબ્બો લઇને મેદાનમાં આવતો જોવા મળ્યો. 

રીપ્લેમાં ખબર પડી ક્યાં શું થયું હતું
આ દરમિયાન ટીવી પર રિપ્લેમાં જોવા મળ્યું કે મુરૂગન અશ્વિને બોલ એમ્પાયર ઓક્સન્ફોર્ડને આપ્યો હતો જેને લીધા બાદ તેમણે ટાઇમ આઉટનો ઇશારો કર્યો હતો ત્યારબાદ ઓક્સન્ફોર્ડ થર્ડ એમ્પાયર સાથે વાત કરવા લાગ્યા. ત્યારે શમ્સુદ્દીન તેમની પાસે પહોંચી ગયો. ઓક્સન્ફોર્ડએ બોલ શમ્સુદ્દીને આપી દીધો જેને તેમણે પોતાના ખિસ્સામાં મુકી દીધો હતો. અહીં શમ્સુદ્દીને યાદ આવ્યું અને તે બોલ પરત લઇને આવ્યા, ત્યારબાદ મેચ શરૂ થઇ શકી. 

સોશિયલ મીડિયા પર પસંદ થયો આ વીડિયો
બીસીસીઆઇએ પોતાની આઇપીએલની સાઇટ પર આ વીડિયો ક્લિપ જાહેર કરી જેને સોશિયલ મીડિયા પર ફેન્સએ ખૂબ જોઇ અને વાયરલ કરી દીધી. ત્યારબાદ મેચમાં મેચાંચ એબી ડિવિલિયર્સએ લાવી દીધી અને ઝડપી રન બનાવ્યા. તેમાં મોહમંદ શમીની ઓવરમાં ત્રણ શાનદાર સિક્સર પણ હતી. પછી અંતિમ ઓવરમાં પણ ડિવિલયર્સની સિક્સર બાદ સ્ટોઇનિસે પણ હાથ ખોલ્યા અને વિલ્ઝિયન ચાર બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More