Home> Sports
Advertisement
Prev
Next

22 વર્ષનો સેલેવ ડ્રેસેલ સ્વિમિંગનો નવો બાદશાહ, તોડ્યા ફેલ્પ્સના બે ખાસ વર્લ્ડ રેકોર્ડ

2 વર્ષીય આ સ્વિમરે પોતાના દેશના મહાન માઇકલ ફેલ્પ્સના બે વિશ્વ રેકોર્ડ એક જ ટૂર્નામેન્ટમાં ચકનાચૂર કરી દીધા છે. પ્રથમ તો ફેલ્પ્સ 100 મીટર બટરફ્લાઈ અને બીજો એક જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 8 મેડલ જીતવાનો.

22 વર્ષનો સેલેવ ડ્રેસેલ સ્વિમિંગનો નવો બાદશાહ, તોડ્યા ફેલ્પ્સના બે ખાસ વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હીઃ સ્વિમિંગ વર્લ્ડને નવો બાદશાહ મળી ગયો છે અને તે છે અમેરિકાનો સેલેવ ડ્રેસેલ. 22 વર્ષીય આ સ્વિમરે પોતાના દેશના મહાન માઇકલ ફેલ્પ્સના બે વિશ્વ રેકોર્ડ એક જ ટૂર્નામેન્ટમાં ચકનાચૂર કરી દીધા છે. પ્રથમ તો ફેલ્પ્સ 100 મીટર બટરફ્લાઈ અને બીજો એક જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 8 મેડલ જીતવાનો. દક્ષિણ કોરિયાના ગ્વાનજૂમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન ડ્રેસેલે નવા રેકોર્ડ સ્થાપ્યા છે. 

ડ્રેસેલે 100 મીટર બટરફ્લાઈ ઈવેન્ટની બીજી સેમિફાઇનલમાં 49.50 સેકન્ડનો સમય લીધો હતો. આ સાથે તેણે માઇકલ ફેલ્પ્સના 2009મા રોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બનાવવામાં આવેલા 49.82 સેકન્ડના રેકોર્ડને તોડી દીધો હતો. ડ્રેસેલે ફેલ્પ્સથી 0.32 સેકન્ડ ઓછા સમયમાં રેસ પૂરી કરી હતી. રેકોર્ડ તોડવા પર ફેલ્પ્સે પણ ડ્રેસેલને શુભેચ્છા આપી હતી. 

એક જ ટૂર્નામેન્ટમાં જીત્યા 8 મેડલ
એટલું જ નહીં ફ્લોરિડામાં રહેનારા ડ્રેસેલે આ ટૂર્નામેન્ટમાં કુલ 8 મેડલ પોતાના નામે કર્યાં હતા. આ સાથે તેણે 'ફ્લાઇંગ ફિશ'ના નામથી જાણીતા માઇકલ ફેલ્પ્સના એક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 7 મેડલના વર્લ્ડ રેકોર્ડને તોડી દીધો હતો. ફેલ્પ્સે 2007 વર્લ્ડ ચેમ્પિયનશિપ (7 ગોલ્ડ) અને 2011 વર્લ્ડ ચેમ્પિયનશિપ (4 ગોલ્ડ, 2 સિલ્વર, એક બ્રોન્ઝ મેડલ)મા 7-7 મેડલ જીત્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના એક વર્ષ પહેલા કરવામાં આવેલા આ જાદૂઈ પ્રદર્શન બાદ લોકો તેને સ્વિમિંગ વર્લ્ડનો નવો બાદશાહ માની રહ્યાં છે. 

આ ઈવેન્ટમાં મળ્યો મેડલ
50 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ
100 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ
50 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ
100 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ
મિશ્ર 4x100 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ
4x100 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ
મિક્સ્ડ રિલે 4x100માં બ્રોન્ઝ મેડલ
4x200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More