Home> Sports
Advertisement
Prev
Next

US Open: સુમિત નાગલ બીજા રાઉન્ડમાં પહોંચ્યો, પ્રથમવાર જીતી ગ્રાન્ડ સ્લેમ મેચ


ભારતના ટોચના ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના કરિયરમાં પ્રથમવાર ગ્રાન્ડસ્લેમ મેચમાં જીત હાસિલ કરી છે. તેણે અમેરિકી ખેલાડી બ્રૈડલે ક્લાનને પરાજય આપ્યો હતો.
 

US Open: સુમિત નાગલ બીજા રાઉન્ડમાં પહોંચ્યો, પ્રથમવાર જીતી ગ્રાન્ડ સ્લેમ મેચ

ન્યૂયોર્કઃ ભારતનો ટોચનો ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના કરિયરમાં પ્રથમવાર ગ્રાન્ડ સ્લેમ મેચમાં જીત હાસિલ કરી છે. તેણે અમેરિકી ખેલાડી બ્રૈડલે ક્લાનને અમેરિકી ઓપનના પ્રથમ રાઉન્ડમાં 6-1, 6-3, 3-6, 6-1થી પરાજય આપ્યો છે. 

124મી રેન્કિંગના સુમિત નાગલનો હવે બીજા રાઉન્ડમાં સામનો વર્લ્ડ નંબર-3 ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ સામે ગુરૂવારે થશે. ભારતના યુવા ટેનિસ ખેલાડી સુમિત નાગલે અમેરિકી ઓપન સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સીધો પ્રવેશ મળ્યો હતો. 

નાગલે 1 કલાક 27 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં બ્રૈડલેને પરાજય આપ્યો હતો. નાગલ યૂએસ ઓપન સિવાય અત્યાર સુધી કોઈ ગ્રાન્ડસ્લેમમાં રમ્યો નથી, જ્યારે વર્લ્ડ નંબર-129 બ્રૈડલે ચારેય ગ્રાન્ડસ્લેમ રમી ચુક્યો છે. પરંતુ તે બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નથી.

સાત વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય સિંગલ પુરૂષ ખેલાડીએ યૂએસ ઓપનની કોઈ મેચ જીતી છે. તેની પહેલા 2013મા સોમદેવ દેવવર્મને આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

પાછલા વર્ષે નાગલે અહીં પ્રથમવાર રમતા રોજર ફેડરર વિરુદ્ધ મુકાબલામાં સેટ  (6-4) જીત્યો હતો. પરંતુ ત્યારબાદ સ્વિસ સ્ટારે વાપસી કરતા સુમિતને તક ન આપી. ફેડરરે ત્યારબાગ ત્રણેય સેટ 6-1, 6-2, 6-4થી જીતીને મુકાબલામાં પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. 

IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર

સુમિત નાગલ હરિયાણાના ઇઝ્ઝર જિલ્લાના જૈતપુર ગામથી છે. તેને ફોજમાં રહેલા પિતા સુરેશ નાગલને ટેનિસમાં રૂચિ હતી. નાગલે આઠ વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More