Home> Sports
Advertisement
Prev
Next

કોરોના મહામારી વચ્ચે ટી20 વિશ્વકપનું આયોજન અવાસ્તવિકઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચેરમેન


કોરોના વાયરસ મહામારીને કારણે ટી20 વિશ્વકપના આયોજન પર સંકટના વાદળો છવાયેલા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ આ વર્ષે યોજાનાર ટૂર્નામેન્ટના આયોજનથી પાછળ હટી ગયું છે. બીજીતરફ આઈસીસી આ અંગે નિર્ણય કરી શક્યું નથી. 

 કોરોના મહામારી વચ્ચે ટી20 વિશ્વકપનું આયોજન અવાસ્તવિકઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચેરમેન

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના ચેરમેન અર્લ એડિંગ્સે મંગળવારે સ્વીકાર કર્યો કે કોરોના મહામારી (corona virus) મહામારી વચ્ચે આ વર્ષે ટી20 વિશ્વકપ (T20 World Cup)નું આયોજન અવાસ્તવિક છે કારણ કે 16 ટીમોનું અહીં આવી શકવુ સંભવ નથી. 

ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આ ટૂર્નામેન્ટ વિશે આઈસીસીએ નિર્ણય લેવાનો છે. કોરોના મહામારીને કારણે ઘણા દેશોમાં યાત્રા પ્રતિબંધ લાગેલા છે. એડિંગ્સે વીડિયો કોન્ફરન્સમાં કહ્યુ, હું તો તે કહીશ કે આ મુશ્કેલ છે. 16 ટીમોને ઓસ્ટ્રેલિયા લાવવી સરળ નથી જ્યારે ઘણાં દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. 

યૂએસ ઓપન પર વાયરસનો ખતરો, દર્શકો વિના રમાઇ શકે છે ગ્રાન્ડસ્લેમ

આઈસીસીએ પાછલા સપ્તાહે બોર્ડની બેઠક બાદ આ ટૂર્નામેન્ટ પર નિર્ણય એક મહિના સુધી ટાળી દીધો હતો. એવી અટકળો છે કે ટૂર્નામેન્ટ સ્થગિત થઈ શકે છે અને તે સમયે આઈપીએલનું આયોજન થશે. ઓસ્ટ્રેલિયામાં પરંતુ મહામારી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અહીં સાત હજારથી વધુ કેસ સામે આવ્યા હતા અને 6 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More