Home> Sports
Advertisement
Prev
Next

લાઇફસ્ટાઇલ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ મારી ફેશન જગતમાં એન્ટ્રી

ક્રિકેટની સાથે સાથે ભારતના ઘણા ખેલાડીઓ પોતાના બિઝનેસનો પણ વિસ્તાર કરી રહ્યાં છે. આ માટે ખેલાડીઓ પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી રહ્યાં છે. આજે અમને ભારતના પાંચ ક્રિકેટરોની બ્રાન્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ... જાણો તેમની બ્રાન્ડ વિશે.... 

 લાઇફસ્ટાઇલ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ મારી ફેશન જગતમાં એન્ટ્રી

નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાથી દરેક જાણીતું છે. આજ કારણ છે કે, ક્રિકેટરોને એક ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે, અને ફેન્સ પોતાના ફેવરિટ ક્રિકેટરની સ્ટાઇલની ઘણી હદ સુધી ફોલો કરે છે. છેલ્લા કેટલાક સમયમાં ક્રિકેટરોએ પણ આ લોકપ્રિયતાનો લાભભ લેવા પોતાના લાઇફસ્ટાઇલ બ્રાન્ડ લોન્ચ કરી છે. આવો જાણીએ આવા કેટલાક ક્રિકેટરો વિશે જેણે લોન્ચ કરી છે લાઇફસ્ટાઇલ બ્રાન્ડ......... 

યુવરાજ સિંહ
વર્ષ 2017મા યુવરાજ સિંહે પ્રીમિયર સ્પોર્ટ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ YWC (યૂવીકૈન) લોન્ચ કી, જેનો પ્રથમ સ્ટોર ઉત્તર પ્રદેશના વારાણસીમાં ખુલ્યો હતો. આ વર્ષે જુલાઈણાં તેણે પોતાના હોમટાઉન મોહાલીમાં યૂવીકેનનો બીજો સ્ટોર ખોલ્યો. યુવરાજની આ બ્રાન્ડ ઘણી પોપ્યુલર ઈ-શોપિંગ વેબસાઇટ મિંત્રા, જબોંગ, એમેઝોન અને પોતાના બ્રાન્ડ પોર્ટલ www.ywcfashion.com પર ઉપલબ્દ છે. યૂવીકૈન બ્રાન્ડ હેઠળ તમે ટી-શર્ટ, ટ્રેક પેન્ટ, હુડીઝ, કેપ અને અન્ય સ્પોર્ટ્સ વેર ખરીદી શકો છો. જેની કિંમત 699 રૂપિયાથી લઈને 4,999 રૂપિયા વચ્ચે છે. 

એમએસ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ સ્પોર્ટ્વેર બ્રાન્ડ સેવન સાથે જોડાયેલો છે અને આ કંપનીમાં તેની ભાગીદારી છે. ધોનીએ પોતાનો પ્રથમ સ્ટોર પોતાના ગૃહ નગર રાંચીના સર્કુલર રોડ સ્થિત ન્યૂક્લિયસ મોલમાં વર્ષ 2017મા ખોલ્યો હતો. આ વર્ષે માર્ચમાં ધોનીએ બેંગલુરૂમાં સેવન સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્તમાનમાં આ બ્રાન્ડનો સામાન દેશભરની 300થી વધુ મલ્ટી બ્રાન્ડ સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ સિવાય સેવનની વેબસાઇટ www.7.life.com, Jabong, Myntra, TataCliq  વગેરે વેબસાઇટ પરથી ધોનીની બ્રાન્ડનો સામાન ઓનલાઇન ખરીદી શકાય છે. એટલું જ નહીં ધોનીએ વર્ષ 2020 સુધી સેવનના 300થી વધુ સ્ટોર ખોલવાની યોજના બનાવી છે. 

વિરાટ કોહલી
વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વનો સૌથી મોટો ક્રિકેટર છે, ત્યારે તો વિશ્વન દરેક નામાંકિત કંપની અને બ્રાન્ડ વિરાટને તેની સાથે જોડવા ઈચ્છે છે. આ સાથે વિરાટ જાણે છે કે, તેની લોકપ્રિયતા તેના બિઝનેસને કેટલો ફાયદો પહોંચાડી શકે છે, તેથી વિરાટે કપડાની બ્રાન્ડ રોન (Wrogn)માં રોકાણ કર્યું છે. વિરાટે પોતાના ફેશન બ્રાન્ડ રોન  (Wrogn)ને હંમેશા સોશિયલ મીડિયા પર પ્રમોટ કરતો રહે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

To all the teachers around the world and especially to the ones in the Cricket World. 🙏😊 #HappyTeachersDay

A post shared by Virat Kohli (@virat.kohli) on

હરભજન સિંહ
હરભજન સિંહ પણ 'ભજ્જી' નામથી પોતાની એક સ્પોર્ટ્સ લાઇફસ્ટાઇલ રેન્જ ચલાવે છે. દેશભરમાં 200 સ્પોર્ટ્સ ગુડ્સ સ્ટોર ભજ્જી બ્રાન્ડની પ્રોડક્ટ વહેંચી રહ્યાં છે. એટલું જ નહીં હરભજન સિંહનો એક એક્સક્લુઝિવ સ્ટોર કેનેડાના ટોરેન્ટોમાં પણ છે, જ્યાં તમે ક્રિકેટનો સામાન ખરીદી શકો છો. ભજ્જી બ્રાન્ડ લોન્ચ થયાને પાંચ વર્ષ થઈ ગયા છે. ભજ્જી બ્રાન્ડ દેશમાં નહીં વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#bhajjisports

A post shared by Harbhajan singh (@bhajjisports) on

સચિન તેંડુલકર
વર્ષ 2016મા સચિન તેંડુલકરે અરવિંદ ફેશન બ્રાન્ડની સાથે મળીને મેન્સવેર અપેરલ અને એસેસરિઝ બ્રાન્ડ ટ્રૂ બ્લૂ લોન્ચ કરી હતી. આ બ્રાન્ડની સૌથી મોટી ખાસિયત છે કે, તે ભારતીય પારંપારિક પરિધાનોને વેસ્ટર્ન લુકની જેમ તૈયાર કરે છે. વર્તમાનમાં આ બ્રાન્ડના દેશભરમાં 75 આઉટલેટ્સ છે, જેમાં 8 પ્રાઇવેટ સ્ટોર પણ સામેલ છે. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Legends of Cricket - Sachin Tendulkar @sachintendulkar , Brett Lee @brettlee_58 , Jonty Rhodes @jontyrhodes8 & Legendary Photographer - Tarun Khiwal @tarun_khiwal , brought together for an #Epic shoot by Us! Campaign : True Blue @truebluebrand #AW18 Production House : Aditiproductions @aditiproductions Produced by : Anila Anand @anilaanand & Azhar Sayed @sayedazhar Photographed by : Tarun Khiwal @tarun_khiwal Creative Director : Prashish More @prashish_moore Stylist : Gaurav Raheja @graheja Set Design : Yatin Powle Make Up & Hair : Vipul Bhagat @vipulbhagatmakeupandhair & Mahesh Bhasme @mahesh.bhasme #aditiproductions #truebluebrand #AW18 #sachintendulkar #brettlee #jontyrhodes #legendsofcricket #celebrityshoot #mensfashion #campaign #shoot #productionhouse

A post shared by aditi productions (@aditiproductions) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More