Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics Live: રેસલિંગમાં રવિ દહિયા ફાઇનલમાં, દીપક પૂનિયા પાસે બ્રોન્ઝનો ચાન્સ

ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ છે. ભારત માટે આ દિવસ ખુબ મહત્વનો છે. આજે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે. 
 

Tokyo Olympics Live: રેસલિંગમાં રવિ દહિયા ફાઇનલમાં, દીપક પૂનિયા પાસે બ્રોન્ઝનો ચાન્સ

ટોક્યોઃ ઓલિમ્પિકમાં આજે એટલે કે 4 ઓગસ્ટનો દિવસ ભારત માટે મહત્વનો છે. આજે ભારતીય મહિલા હોકી ટીમ મેદાનમાં જોવા મળશે. મહિલા હોકી ટીમ પાસે ફાઇનલમાં પહોંચી ઈતિહાસ રચવાની તક છે. તો બોક્સર લવલીના પણ આજે 11 કલાકે રિંગમાં ઉતરવાની છે. ભારતના ત્રણ રેસલરો પણ પોતાના અભિયાનનો પ્રારંભ કરવાના છે. ટોક્યો ઓલિમ્પિકના લાઈવ અપડેટ માટે જોડાયેલા રહો... 

રવિ કુમારે પાક્કો કર્યો મેડલ
ભારતનો ઓલિમ્પિકમાં વધુ એક મેડલ પાક્કો થઈ ગયો છે. ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે. આ સાથે તેણે ભારત માટે સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે.

દીપક પૂનિયાની સેમિમાં હાર
રેસલિંગની સેમિફાઇનલ મુકાબલામાં દીપક પૂનિયાએ 86 કિલો વર્ગમાં ડેવિસ મોરિસ ટેલરના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ દીપક પૂનિયા સામે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. આ મેચ આવતીકાલે રમાશે. 

વર્લ્ડ ચેમ્પિયન સામે લડીને હારી લવલીના
લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાજ સુરમેનેલી વિરુદ્ધ સેમિફાઇનલ મુકાબલામાં હારી છે. લવલીનાને 0-5થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે લવલીનાના અભિયાનનો અંત આવી ગયો છે. તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. લવલીના મુકાબલો તો હારી, પરંતુ તેણે વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને મજબૂત ટક્કર આપી હતી. 

દીપક પૂનિયા પણ સેમિફાઇનલમાં પહોંચ્યો
રેસલિંગમાં ભારત માટે આજનો દિવસ ખુબ સારો રહ્યો છે. ભારતનો રેસલર દીપક પૂનિયા 6-3થી જીત હાસિલ કરીને સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ચીનના લીન ઝુશેનને પરાજય આપ્યો છે. 

રવિ કુમાર સેમિફાઇનલમાં
ભારતના રેસલર રવિ કુમારે 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી છે. 

- મહિલા રેસલર અંશુ મલિકની હાર
પોતાની પ્રથમ ઓલિમ્પિક રમવા મેટ પર ઉતરેલી રેસલર અંશુ મલિકે 8-2થી હારનો સામનો કરવો પડ્યો છે. અંશુ મલિક 57 કિલો કેટેગરીમાં મેટ પર ઉતરી હતી. અંસુને બેલારૂસની ઇરિના કુરાચિકિનાએ પરાજય આપ્યો છે. 

રવિ કુમારને મળી જીત
- કુશ્તીમાં આજે ભારતની શરૂઆત સારી રહી છે. 57 કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં ભારતના રેસલર રવિ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે પોતાના પ્રથમ રાઉન્ડમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેસોસ ઉરબાનોને પરાજય આપ્યો છે. 

શિપવાલ સિંહ બહાર
- ભારતીય પુરૂષ ભાલા ફેંક શિવપાલ સિંહ પોતાના ત્રીજા અને અંતિમ પ્રયાસમાં પણ ક્વોલીફિકેશન માર્કને હાસિલ કરી શક્યો નહીં અને તે ફાઇનલમાં ક્વોલિફાઇ કરવાથી ચુકી ગયો છે. શિવપાલે ક્વોલીફિકેશનના ગ્રુપ-બીમાં પોતાના પ્રથમ પ્રયાસમાં 76.40 મીટર, બીજામાં 74.80 મીટર અને ત્રીજા પ્રયાસમાં 4.81 મીટરનો થ્રો કર્યો હતો. 

નીરજ ચોપડા ફાઇનલ માટે ક્વોલિફાઇ
એથ્લેટિક્સમાં ભારતીય પુરૂષ ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ભાલા ફેંક ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવા 83.50 મીટર થ્રો ફેંકવો જરૂરી હતો અને નીરજે પોતાના પ્રથમ પ્રયાસમાં 86.50 મીટરનો થ્રો ફેંકી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. નીરજનો પર્સનલ બેસ્ટ 88.07 મીટરનો છે. 

- ફિનલેન્ડના લાસી એતેલાનતોંએ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં 84.5 મીટર થ્રો કર્યો. 

- પુરૂષોના જ્વેલિન થ્રો ક્વોલિફિકેશનના નિયમ
ક્વોલિફિકેશન માટે 83.50 મીટર પર ઓટોમેટિક ક્વોલિફિકેશન થઈ જશે કે ઓછામાં ઓછા ટોપ 12 પરફોર્મર ફાઇનલમાં જશે. 

- હોકીમાં ઈતિહાસ રચવાની નજીક ભારક
મંગળવારે ભારતીય પુરૂષ હોકી ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવાનું ચુકી ગઈ. ટીમને સેમિફાઇનલમાં બેલ્જિયમ સામે હાર મળી હતી. પરંતુ આજે મહિલાઓ પાસે ઈતિહાસ રચવાની તક છે. મહિલા હોકી ટીમ જે આજે આર્જેન્ટીના વિરુદ્ધ સેમિફાઇનલમાં જોવા મળશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. 

- લવલીના પાસે મોટી આશા
ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતીય બોક્સર લવલીના બાર્ગોહેન રિંગમાં ઉતરશે. લવલીના 69 કિલોગ્રામ ભારવર્ગમાં બ્રોન્ઝ મેડલ પાક્કો કરી ચુકી છે. પરંતુ તે બુધવારે જીતે તો બોક્સિંગમાં ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય હશે. 

- રેસલિંગમાં ભારતના ત્રણ રેસલરો મેટ પર ઉતરશે
આજે ભારતના રેસલરો માટે પણ મહત્વનો દિવસ છે. આજે ભારતના ત્રણ રેસલરો મેટ પર કુશ્તી કરતા જોવા મળશે. પુરૂષ વિભાગમાં રવિ કુમાર અને દીપક પુનિયા તો મહિલા વિભાગમાં અંશુ મલિકની ઇવેન્ટ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More