Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો આકરો નિર્ણય, જાણીને ચાહકોને આઘાત લાગશે

ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિને ચોંકાવનારો નિર્ણય લીધો છે.

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો આકરો નિર્ણય, જાણીને ચાહકોને આઘાત લાગશે

ટોકિયો: ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિને ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક ગેમ્સમાં ગ્રેટ બ્રિટન વિરુદ્ધ બ્રોન્ઝ મેડલનો પ્લેઓફ મુકાબલો આ ટીમ સાથે તેમની છેલ્લી જવાબદારી હતી. 

કોચે આ મુકામ સુધી પહોંચાડ્યા
47 વર્ષના કોચ શોર્ડ મારિનની દેખરેખમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક ગેમ્સમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમ ચોથા સ્થાન પર રહી તેનો શ્રેય તેમની ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે. 

મહિલા હોકી ટીમનો સાથ છોડશે
ગ્રેટ બ્રિટન વિરુદ્ધ ભારતીય મહિલા હોકી ટીમે 3-4થી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ પૂરી થયાના ગણતરીના કલાકોમાં કોચ શોર્ડ મારિને રાજીનામું આપવાની જાહેરાત કરી. નેધરલેન્ડના આ પૂર્વ ખેલાડીએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 'મારો કોઈ પ્લાન નથી. કારણ કે ભારતીય મહિલાઓ સાથે આ મારી છેલ્લી મેચ હતી. આ હવે જાનેકા (શોપમેન)ને હવાલે છે.'

Tokyo Olympics: હોકીમાં લડીને હાર્યા બાદ રડી પડી મર્દાની, PMએ દિકરીઓને આપ્યો ખાસ સંદેશ

કાર્યકાળ વધારવા માંગતા નથી કોચ મારિન
એ પણ જાણવા મળ્યું છે કે શોર્ડ મારિન અને ટીમના વિશ્લેષણાત્મક કોચ જાનેકા શોપમેન બંનેને SAI તરફથી કાર્યકાળ વધારવાની રજુઆત કરાઈ હતી. પરંતુ મુખ્ય કોચે અંગત કારણોસર આ પ્રસ્તાવ ન સ્વીકાર્યો. 

fallbacks

જાનેકા શોપમેનને મળશે જવાબદારી?
આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા સૂત્રોએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે જાનેકા શોપમેન (Janneka Schopman)  હવે ફૂલટર્મ બેસિસ પર મારિનનું પદ સંભાળે તેવી આશા છે. મારિનને 2017માં ભારતીય મહિલા હોકી ટીમના કોચ નિયુક્ત કરાયા હતા. તેમને ત્યારબાદ પુરુષ ટીમના કોચ બનાવી દેવાયા હતા. 

Mahendra Singh Dhoni ના એકાઉન્ટ પરથી ટ્વિટરે બ્લ્યૂ ટિક હટાવી લીધુ, જાણો શું છે મામલો

લાંબા સમયથી છે ભારતીય મહિલા હોકી ટીમના કોચ
જો કે 2018માં શોર્ડ મારિનને ફરીથી મહિલા હોકી ટીમના કોચ બનાવવામાં આવ્યા. મારિને નેધરલેન્ડ માટે રમત રમી છે અને તેમની દેખરેખમાં નેધરલેન્ડની અંડર 21 મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો અને સીનિયર મહિલા ટીમે 2015માં હોકી વર્લ્ડ લીગ સેમી ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 

fallbacks

16 મહિનાથી ઘરે નથી જઈ શક્યા કોચ
કોરોના વાયરસ મહામારીના કારણે લાગૂ પ્રતિબંધોને લીધે કોચ શોર્ડ મારિન છેલ્લા 16 મહિનાથી પોતાના ઘરે જઈ શક્યા નથી. તેમની રાજીનામાના નિર્ણયને તેની સાથે જોડવામાં આવી રહ્યો છે. હવે તેઓ પોતાના પરિવારને મળવા ઈચ્છશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More