Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ

ભારતના સ્ટાર રેસલરે પોતાનો પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવી લીધો છે. બજરંગે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર વિજય મેળવી મેડલ કબજે કર્યો છે. 

Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકથી સારા સમાચાર આવ્યા છે. ભારતની મેડલ ટેલીમાં વધુ એક મેડલનો વધારો થયો છે. ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ કઝાખસ્તાનના નિયાઝબેકોવ ડોલેટને 8-0 થી હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે ઓલિમ્પિકમાં ભારતને આ છઠ્ઠો મેડલ મળ્યો છે. રેસલિંગમાં રવિ કુમાર દહિયા બાદ બજરંગ પૂનિયાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો છે. 

વર્લ્ડ ચેમ્પિયન સામે સેમિમાં હાર્યો હતો બજરંગ
પુરુષોની ફ્રી સ્ટાઈલ 65 કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાનો સામનો ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા મુકાબલામાં 5-12થી હાર્યા. જો કે હજુ બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે. 

ક્વાર્ટર ફાઈનલમાં ધોબી પછાડ
ટોકિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પૂનિયાનો સામનો ઈરાનના મોર્તજા ગેસી ચેકા સાથે થયો હતો. શરૂઆતમાં બજરંગ 0-1થી પાછળ હતા પરંતુ બીજા ક્વાર્ટરમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને બે પોઈન્ટ મેળવ્યા હતા. આખરી મિનિટમાં ભારતીય પહેલવાને દાવ ખેલ્યો અને ઈરાનનો મોર્તજા પછડાયો. બજરંગ પુનિયાએ શાનદાર જીત મેળવી હતી.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને મળ્યો છઠ્ઠો મેડલ
ટોક્યોમાં ભારતને કુલ છઠ્ઠો મેડલ મળ્યો છે. ભારતના ખાતામાં બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મીરાબાઈ ચાનૂ અને રવિ કુમાર દહિયાને સિલ્વર મેડલ મળ્યો છે. તો પીવી સિંધુ, ભારતીય પુરૂષ હોકી ટીમ, બોક્સર લવલીના અને બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મહત્વનું છે કે 2012ના લંડન ઓલિમ્પિકમાં પણ ભારતને છ મેડલ મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More