Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup: ટી20 વિશ્વકપમાં યશસ્વી-ગિલ નહીં આ ખેલાડી રોહિત સાથે કરી શકે છે ઓપનિંગ

આઈપીએલ-2024ની સીઝન ધમાકેદાર રીતે ચાલી રહી છે. આ વચ્ચે આગામી ટી20 વિશ્વકપની ચર્ચા પણ ચાલી રહી છે. આ મહિનાના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ થઈ શકે છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. 
 

T20 World Cup: ટી20 વિશ્વકપમાં યશસ્વી-ગિલ નહીં આ ખેલાડી રોહિત સાથે કરી શકે છે ઓપનિંગ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આઈપીએલ બાદ સીધી ટી20 વિશ્વકપ રમવા જવાની છે. થોડા દિવસમાં આ માટે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ટીમની જાહેરાત પણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલમાં પ્રદર્શનના આધારે કેટલાક ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ પહેલા એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે.

ટીમ ઈન્ડિયાની નવી ઓપનિંગ જોડી!
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. આ સાથે રોહિત શર્મા ઈનિંગની શરૂઆત પણ કરે છે. તેની સાથે યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરે તેવી શક્યતાઓ હતી. પરંતુ હવે સામે આવેલી માહિતી પ્રમાણે ટી20 વિશ્વકપમાં રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ ઈનિંગની શરૂઆત કરશે નહીં.

આ પણ વાંચોઃ કોહલીથી લઈને મેક્સવેલ સુધીના ક્રિકેટર્સ પણ મેન્ટલ સ્ટ્રેસના લીધે ઉતરી ગયા હતા રજા પર

વિરાટ કોહલી-રોહિત કરી શકે છે ઓપનિંગ
સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટી20 વિશ્વકપમાં કેપ્ટન રોહિત શર્માની સાથે વિરાટ કોહલી ઈનિંગની શરૂઆત કરી શકે છે. વિરાટ કોહલી આઈપીએલમાં આરસીબી માટે ઓપનિંગ કરે છે. હવે તે આગામી ટી20 વિશ્વકપમાં પણ રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે.

આવું એટલા માટે કારણ કે યશસ્વી જયસ્વાલ આઈપીએલમાં સંઘર્ષ કરી રહ્યો છે. સાત મેચમાં યશસ્વીના બેટથી એકપણ અડધી સદી આવી નથી. તેવામાં પસંદગીકારો વિશ્વકપને જોતા વિરાટ સાથે ઈનિંગની શરૂઆત કરાવી શકે છે. વિરાટ કોહલી આઈપીએલ-2024માં શાનદાર ફોર્મમાં છે. તે એક સદી પણ ફટકારી શક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More