Home> Sports
Advertisement
Prev
Next

તેમાં કોઈ શંકા નથી કે ચેન્નઈ સુપરકિંગ્સ 2021માં ધોનીને રીટેન કરશેઃ શ્રીનિવાસન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો ત્યારબાદ બે વખતના વિશ્વ કપ વિજેતા કેપ્ટનની નિવૃતી લેવાની અટકળો તેજ થઈ ગઈ છે. 
 

તેમાં કોઈ શંકા નથી કે ચેન્નઈ સુપરકિંગ્સ 2021માં ધોનીને રીટેન કરશેઃ શ્રીનિવાસન

ચેન્નઈઃ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને (n srinivasan) કહ્યું કે, એમએસ ધોની ભારત માટે બીજીવાર રમશે કે નહીં, પરંતુ 2021માં આઈપીએલની હરાજી દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ (SCK) દ્વારા તેને ટીમમાં જાળવી રાખવામાં આવશે. બીસીસીઆઈના કેન્દ્રીય કરારમાં બે વખતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને સ્થાન આપવામાં આવ્યું નથી, જેથી છેલ્લા થોડા દિવસથી તેના નિવૃતીની અટકળો તેજ થઈ ગઈ છે. 

ઈન્ડિયા સીમેન્ટના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસને સ્પષ્ટ કર્યું કે, ધોની પોતાની ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલું રાખશે. શ્રીનિવાસને ઈન્ડિયા સીમેન્ટ્સના કાર્યક્રમમાં કહ્યું, 'લોકો કહે છે કે તે ક્યારે નિવૃતી લેશે... તે ક્યાં સુધી રમશે, વગેરે. તે રમશે. હું તમને આશ્વાસન આપી શકુ છું. તે આ વર્ષે રમશે. આગામી વર્ષે તે હરાજીમાં સામેલ થશે અને તેને રિટેન કરવામાં આવશે. કોઈના મનમાં કંઇ શંકા નથી.'

ધોની 2008માં આઈપીએલની ઉદ્ઘાટન સિઝન બાદથી સીએસકેનો ભાગ રહ્યો છે અને જ્યારે ફ્રેન્ચાઇઝી પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે તે અન્ય ટીમમાંથી રમ્યો હતો. આ વિકેટકીપર બેટ્સમેને ટીમનું નેતૃત્વ કરતા ત્રણ વખત ટાઇટલ પણ અપાવ્યું છે. 

રોમ રેન્કિંગ સિરીઝઃ બજરંગ પૂનિયા અને રવિ કુમારની ધમાલ, જીત્યો ગોલ્ડ મેડલ  

બીસીસીઆઈએ ગુરૂવારે ધોનીને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો, જેથી ભારતના પૂર્વ કેપ્ટનના ભવિષ્ય પર શંકા પેદા થઈ જે પાછલા વર્ષે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ સેમિફાઇનલમાં થયેલા પરાજય બાદ રમ્યો નથી. ધોની હાલમાં ઝારખંડની ટીમની સાથે નેટ પર ટ્રેનિંગ અને બેટિંગ કરતો જોવા મળ્યો હતો. 

38 વર્ષીય ધોની કેન્દ્રીય કરારમાં એક કેટેગરીમાં હતો, જેમાં એક ખેલાડીને વાર્ષિક રિટેનરશિપના રૂપમાં પાંચ કરોડ રૂપિયા મળે છે. ભારતીય ક્રિકેટના સૌથી મોટા નામોમાંથી એક ધોનીએ ટીમનું નેત-ત્વ કરતા દેશને બે વિશ્વ ટાઇટલ- આફ્રિકામાં ટી20 વિશ્વકપ અને આઈસીસી વિશ્વકપ-2011નું ટાઇટલ અપાવ્યું છે. 

આ અનુભવી ખેલાડીએ ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 મેચ રમી છે અને 17 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. તેણે વિકેટની પાછળ કુલ 829 શિકાર કર્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More