Home> Sports
Advertisement
Prev
Next

IND vs SA: ટીમ ઈન્ડિયાનું ઐતિહાસિક પ્રદર્શન, 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપમાં કર્યો આ શાનદાર કમાલ

India vs South Africa: ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવી વિશ્વકપ 2023માં સતત આઠમી જીત હાસિલ કરી છે. આ મેચમાં ભારતે 243 રનથી વિજય મેળવ્યો છે. તેવામાં હવે ભારત ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેશે. 

 IND vs SA: ટીમ ઈન્ડિયાનું ઐતિહાસિક પ્રદર્શન, 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપમાં કર્યો આ શાનદાર કમાલ

India Beat South Africa: વનડે વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયાનું વિજય અભિયાન યથાવત છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પોતાની આઠમી મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઈડન ગાર્ડનમાં રમી હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી છે. ટીમે સાઉથ આફ્રિકાને કારમો પરાજય આપતા 243 રને મેચ પોતાના નામે કરી છે. આ સાથે ભારતે વિશ્વકપમાં કંઈક એવું કર્યું જે 2003ના વિશ્વકપમાં જોવા મળ્યું હતું. 

વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાને આ વખતે વિશ્વકપમાં  રોકવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય લાગી રહી છે. સાઉથ આફ્રિકાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ભારત સામે તે ધરાશાયી થઈ ગઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીના બેટથી ઐતિહાસિક સદી જોવા મળી તો બોલિંગમાં જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકાની ટીમ 327 રનના જવાબમાં 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વિશ્વકપમાં સાઉથ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર પણ છે. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમ વિશ્વકપમાં ક્યારેય 100 રનની અંદર ઓલઆઉટ થઈ નથી.

20 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં આ જોવા મળ્યું
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવી વિશ્વકપમાં સતત આઠમી જીત મેળવી છે. આ સાથે ભારતે વિશ્વકપમાં સૌથી વધુ મેચ જીતવાના પોતાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2003 વિશ્વકપમાં સતત 8 મેચ જીતી હતી. તો વિશ્વકપમાં સૌથી વધુ સતત મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ 2003 અને 2007 વિશ્વકપમાં સતત 11-11 મેચ જીતી હતી. 

વિરાટ કોહલીએ 49મી સદી ફટકારી
વિરાટ કોહલીએ આ મેચમાં વનડે કરિયરની 49મી સદી ફટકારી હતી. વિરાટે આ મુકાબલામાં 121 બોલ પર 101 રન ફટકાર્યા હતા. વિરાટે આ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તો રોહિત શર્માએ 24 બોલમાં આક્રમક 40 રન ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે 77 રન બનાવ્યા હતા. જાડેજા 15 બોલમાં 29 રન બનાવી અણનમ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More