Home> Sports
Advertisement
Prev
Next

BCCI એ લખ્યું મોટો નિર્ણય, હાલ આ 2 દેશોનો પ્રવાસ નહી કરે ટીમ ઇન્ડીયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. તો બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ (SLC)એ ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં પ્રસ્તાવિત સીમિત ઓવરોની સીરીઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. 

BCCI એ લખ્યું મોટો નિર્ણય, હાલ આ 2 દેશોનો પ્રવાસ નહી કરે ટીમ ઇન્ડીયા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. તો બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ (SLC)એ ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં પ્રસ્તાવિત સીમિત ઓવરોની સીરીઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. 

બીસીસીઆઇના એક નિવેદનમાં કહ્યું છે કે 'કોરોના વાયરસના ખતરાને જોતાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. ભારતીય ટીમને 24 જૂનથી શ્રીલંકામાં 3 વનડે અને એટલી જ મેચોની ટી-20 સીરીઝ રમવાની હતી. તો બીજી તરફ 22 ઓગસ્ટથી ઝિમ્બાબ્વેમાં તેને 3 મેચોની વનડે સીરીઝ રમવાની હતી. બીસીસીઆઇએ તે પહેલાં 17મેના રોજ એક નિવેદન જાહેરાત કરી કહ્યું હતું કે બહાર ટ્રેનિંગ કરવાને લઇને સંપૂર્ણપણે સુરક્ષિત થયા બાદ જ બોર્ડ પોતાના કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન કરશે. 

એસએલસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે 'ભારતનું જૂનમાં શ્રીલંકાના પ્રસ્તાવિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર થઇ શકશે નહી. બીસીસીઆઇએ શ્રીલંકાને જણાવ્યું કે કોવિડ 19 મહામારીના કારણે હાલની સ્થિતિમાં ક્રિકેટ સીરીઝ કરવી સંભવ નથી, જેમાં ત્રણ મેચોની વનડે અને એટલી જ મેચોની ટી 20 સીરીઝ રમવાની હતી.

એસએલસીએ બીસીસીઆઇએ અનુરોધ કર્યો હતો કે પ્રવાસ દરમિયાન નક્કી કાર્યક્રમ પર ભાર મૂકવામાં આવશે. બીસીસીઆઇના એક અધિકારીએ આઇએએનએસને 17 મેના રોજ કહ્યું હતું કે જૂનમાં શ્રીલંકાનો પ્રવાસ અસંભવ રહેશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More