Home> Sports
Advertisement
Prev
Next

Team India: ભારત 2023 થી 2025 સુધી આ ખતરનાક દેશો સામે રમશે ટેસ્ટ સિરીઝ, આ રહ્યું શેડ્યૂલ

Team India News: ટીમ ઈન્ડિયા 2023 થી 2025 સુધી કયા મોટા દેશોમાં ટેસ્ટ સિરીઝ રમશે તેનું સંપૂર્ણ શેડ્યૂલ સામે આવી ગયું છે. ટીમ ઈન્ડિયા જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે 2023-25 ​​ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની શરૂઆત કરશે અને ભારત આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે બાઈલેટરલ ટેસ્ટ સીરીઝ પણ રમશે.

Team India: ભારત 2023 થી 2025 સુધી આ ખતરનાક દેશો સામે રમશે ટેસ્ટ સિરીઝ, આ રહ્યું શેડ્યૂલ

Team India Schedule: ટીમ ઈન્ડિયા 2023થી 2025 સુધી કયા મોટા દેશોમાં ટેસ્ટ સિરીઝ રમશે તેનું સંપૂર્ણ શેડ્યૂલ સામે આવી ગયું છે. ટીમ ઈન્ડિયા જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે 2023-25 ​​ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની શરૂઆત કરશે અને ભારત આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે  બાઈલેટરલ ટેસ્ટ સીરીઝ પણ રમશે. ટીમ ઈન્ડિયા જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ડોમિનિકા (12 થી 16 જુલાઈ) અને ત્રિનિદાદ (20 થી 24 જુલાઈ)માં 2 ટેસ્ટ રમશે. ભારત છેલ્લી 2 WTC ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું.

ભારત આ ખતરનાક દેશો સાથે રમશે ટેસ્ટ સિરીઝ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 2023 થી 2025 સુધીના ચક્રની શરૂઆત ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરીઝ સાથે થશે, જેમાં શુક્રવારે પ્રથમ ટેસ્ટ રમાશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધી દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ પછી, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024 માં, તે ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની યજમાની કરશે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમવા આવશે.

ભારત ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ રમશે
ભારતીય ટીમ નવેમ્બર 2024 થી જાન્યુઆરી 2025 સુધી ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની બોર્ડર ગાવસ્કર સીરીઝ રમશે, જેની સાથે ભારતનુ WTC ચક્ર સમાપ્ત થશે. 

ભારત 2023 થી 2025 સુધી આ ખતરનાક દેશો સામે ટેસ્ટ સિરીઝ રમશે

1. વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ - 2 ટેસ્ટ સીરીઝ - જુલાઈ 2023 થી ઓગસ્ટ 2023

2. ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ - 2 ટેસ્ટ સીરીઝ - ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2024

3. ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ - 5 ટેસ્ટ સીરીઝ - જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2024

4. ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ - 2 ટેસ્ટ સીરીઝ - સપ્ટેમ્બર 2024 થી ઓક્ટોબર 2024

5. ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ - 3 ટેસ્ટ સીરીઝ - ઓક્ટોબર 2024 થી નવેમ્બર 2024

આ પણ વાંચો:
વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું

Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More