Home> Sports
Advertisement
Prev
Next

Syed Mushtaq Ali Trophy: શાહરૂખ ખાને સિક્સ ફટકારી તમિલનાડુને બનાવ્યું ચેમ્પિયન, ફાઇનલમાં કર્ણાટકની હાર

ભારતની ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં તમિલનાડુની ટીમ ચેમ્પિયન બની છે. વિજય શંકરની આગેવાનીવાળી ટીમે મનીષ પાંડેની ટીમ કર્ણાટકને ફાઇનલમાં 4 વિકેટે પરાજય આપ્યો છે. 

Syed Mushtaq Ali Trophy: શાહરૂખ ખાને સિક્સ ફટકારી તમિલનાડુને બનાવ્યું ચેમ્પિયન, ફાઇનલમાં કર્ણાટકની હાર

નવી દિલ્હીઃ તમિલનાડુએ સતત બીજીવાર સૈયદ મુશ્તાલ અલી ટી20 ટ્રોફી જીતી લીધી છે. રોમાંચક ફાઇનલમાં કર્ણાટકે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. કર્ણાટકે તમિલનાડુની સામે 152 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેવામાં છેલ્લા બોલ પર શાહરૂખ ખાને સિક્સ ફટકારી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. 

અંતિમ ઓવરમાં હતી 16 રનની જરૂર
મેચ રોમાંચક સ્થિતિમાં હતી. શરૂઆતી પાંચ બોલમાં 11 રન બની ચુક્યા હતા. હવે છેલ્લા બોલ પર પાંચ રનની જરૂર હતી. જો બાઉન્ડ્રી જાય તો મેચ ટઈ અને સિક્સથી જીત મળે. સ્ટ્રાઇક પર રહેલ શાહરૂખ ખાન મોટી હિટ ફટકારવા માટે જાણીતો છે. પોતાની છબી સાથે ન્યાય કરતા તેણે પ્રતીક જૈનના છેલ્લા બોલને સ્ક્વેર લેગની ઉપરથી સિક્સ ફટકારી દીધી હતી. 

ત્રીજીવાર ચેમ્પિયન બન્યું તમિલનાડુ
હવે તમિલનાડુ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની ચુકી છે, જેણે ત્રીજીવાર આ ટ્રોફી કબજે કરી છે. ગુજરાત, બરોડા અને કર્ણાટક બે-બે વાર આ કમાલ કરી ચુક્યા છે. પાછલા વર્ષે તમિલનાડુએ બરોડાના હરાવી ટૂર્નામેન્ટ જીતી હતી. આ વખતે કર્ણાટકનો વારો હતો. રસપ્રદ વાત છે કે ઓપનિંગ સિઝન પણ તમિલનાડુએ પોતાના નામે કરી હતી. આ વખતે તમિલટીમે સેમીફાઇનલમાં પંજાબને બે વિકેટે હરાવી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. 

યેલો આર્મીની ધૂમ
આ વખતે ત્રીજીવાર છે, જ્યારે પીળી જર્સી વાળી ટીમે ટી20 ટૂર્નામેન્ટ જીતી છે. સૌથી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ફાઇનલ જીતી હતી. પછી ઓસ્ટ્રેલિયાએ થોડા દિવસ પહેલા ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું હતું. હવે યેલો જર્સીવાળી ટીમ તમિલનાડુએ સૈયદ મુશ્તાલ અલી ટ્રોફી પર કબજો કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More