Home> Sports
Advertisement
Prev
Next

પાકિસ્તાન ભરાયું! હવે વિશ્વકપમાંથી બહાર થવાનો ખતરો, હવે આ જ દેશ સહારો

T20 World Cup 2024: ભારત સામે હારતાં જ પાકિસ્તાનના T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. પાકિસ્તાનના હવે 2 મેચ બાદ 0 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ માઈનસમાં છે. જો પાકિસ્તાન તેની બાકીની બે મેચ જીતી જાય તો પણ પ્લેઓફમાં તેનો પ્રવેશ ફાયનલ નહીં થાય. એને રનરેટ પર આધાર રાખવો પડશે.
 

પાકિસ્તાન ભરાયું! હવે વિશ્વકપમાંથી બહાર થવાનો ખતરો, હવે આ જ દેશ સહારો

T20 World Cup 2024, Pakistan Qualification Scenario:  ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન ટીમનું કંગાળ પ્રદર્શન રહ્યું છે . આ પહેલા પાકિસ્તાનને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)એ સુપર ઓવરમાં હરાવ્યું હતું. હવે તેને રવિવારે (9 જૂન) ભારત સામેની મેચમાં છ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. પાકિસ્તાન પર હવે T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થવાનો ખતરો છે.

પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની સ્થિતિ સૌથી નબળી
પાકિસ્તાનની ટીમ ગ્રુપ-એમાં ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના 2 મેચ બાદ 0 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ માઈનસ (-0.150) છે. આ સમયે તેના સુપર-8માં જવાની શક્યતા ઘટી ગઈ છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમે હવે તેની બાકીની બે મેચ કેનેડા અને આયર્લેન્ડ સામે રમવાની છે. જો પાકિસ્તાન આ બંને મેચ જીતી જાય તો પણ સુપર-8માં તેનો પ્રવેશ નિશ્ચિત નહીં હોય.

Gold Prices: 2 લાખ રૂપિયાને પાર જશે સોનું, દર 9 વર્ષમાં 3 ગણો વધી જાય છે ભાવ!
Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું સોનું! જાણો કેમ નિકળી ગઇ હવા

હવે પાકિસ્તાને એ આધાર રાખવો પડશે કે યુએસએ વધુ મેચ જીતે નહીં. આ સિવાય કેનેડાને તેની બંને મેચ હારવી પડશે અને આયર્લેન્ડ એકથી વધુ મેચ જીતે નહીં. જો પાકિસ્તાન તેની બંને મેચ જીતે છે, જ્યારે યુએસએ તેની બાકીની બે મેચ હારી જાય છે. તો આવી સ્થિતિમાં યુએસએ અને પાકિસ્તાન બંને પાસે 4-4 પોઈન્ટ હશે અને સુપર-8 સ્ટેજ માટે લાયકાત નેટ રન-રેટ (NRR) પર નિર્ભર રહેશે.

Upcoming Cars: ઉતાવળ ના કરતા નહીંતર પસ્તાશો... લોન્ચ થવા માટે તૈયાર છે 5 કાર
Market Expert: એક્સપર્ટે મતે આ છે Stocks of The Week, નોંધી લો ટાર્ગેટ અને સ્ટોપલોસ

જો યુએસએ આયર્લેન્ડને હરાવ્યું...
જો યુએસએ ભારત સામે હારી જાય અને આયર્લેન્ડને હરાવે તો પણ પાકિસ્તાન સુપર 8માંથી બહાર થઈ જવું નિશ્ચિત છે. આ રીતે અમેરિકા ઐતિહાસિક પ્રદર્શન કરીને સુપર-8માં પહોંચશે. જો પાકિસ્તાન તેની બેમાંથી માત્ર એક મેચ જીતે તો તે સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. આ સાથે જ ભારત સરળતાથી એક મેચ જીતીને સુપર-8માં પ્રવેશ કરી શકે છે.

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દો
Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તક

હાલમાં, પાકિસ્તાનનો નેટ રનકેટ અમેરિકા (+0.626) અને ભારત (+1.455) બંને કરતાં ખરાબ છે. આવી સ્થિતિમાં, તે તેની તમામ મેચો જીતવાનો પ્રયાસ કરશે, પરંતુ તે પણ ઇચ્છશે કે તેનો નેટ રન રેટ (NRR) તેમાંથી એક ટીમ (અમેરિકા અને ભારત)ને હરાવવા માટે પૂરતો હોવો જોઈએ. કેનેડા પાસે પણ સુપર-8 રાઉન્ડમાં પહોંચવાની સારી તક છે. તેમનો NRR હાલમાં નેગેટિવ હોવાથી, તેઓએ પહેલાં તેમની તમામ મેચ જીતવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More