Home> Sports
Advertisement
Prev
Next

તો ટી20 વિશ્વકપ 2024માં ધોનીને મળશે મોટી જવાબદારી, દ્રવિડ-અગરકરે બનાવ્યો માસ્ટર પ્લાન!

Dhoni in T20 World Cup 2024: ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષમાં કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. તેવામાં ભારતીય ટીમની નજર આગામી જૂન મહિનામાં રમાનાર ટી20 વિશ્વકપ પર છે. ભારતીય ટીમ આ ટ્રોફી જીતવા માટે અત્યારથી રણનીતિ બનાવી રહી છે. તે પ્રમાણે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની ભારતીય ડ્રેસિંગ રૂમમાં વાપસી થઈ શકે છે. 

તો ટી20 વિશ્વકપ 2024માં ધોનીને મળશે મોટી જવાબદારી, દ્રવિડ-અગરકરે બનાવ્યો માસ્ટર પ્લાન!

નવી દિલ્હીઃ Dhoni to Mentor Team India: ભારતીય ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. જ્યાં ટીમ વનડે સિરીઝ રમી રહી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમવાની છે. જ્યારે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં ટી20 વિશ્વકપ 2024 (T20 World Cup 2024) રમાવાનો છે.

તે માટે બીસીસીઆઈ ટીમ તૈયાર કરવામાં લાગેલી છે. ટી20માં નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી રહી છે. આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી થઈ શકે છે. કારણ કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આ વખતે ધોનીને મોટી જવાબદારી સોંપી શકે છે. 

આ પણ વાંચોઃ એકવાર ના કહ્યું ને! ઠાકોરસાહેબ ઓફ રાજકોટની એ જીદ અને ટીમ સ્ટેશન ભેગી થઈ ગઈ

ધોનીને મેન્ટોર બનાવાશે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જેના કારણે ધોનીને ટી20 વિશ્વકપ 2024માં ટીમ ઈન્ડિયાનો મેન્ટોર બનાવી શકાય છે. ધોની પહેલા પણ વર્ષ 2021ના ટી20 વિશ્વકપમાં ટીમનો મેન્ટોર રહી ચુક્યો છે. સતત આઈસીસી ટ્રોફીમાં મળી રહેલી હારને જોતા મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ધોનીને વિશ્વકપમાં મોટી જવાબદારી સોંપી શકે છે. નોંધનીય છે કે ધોનીની આગેવાનીમાં ભારતે વર્ષ 2007માં ટી20 વિશ્વકપ જીત્યો હતો. 

ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બની શકે છે ભારતીય ટીમ
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની આગેવાનીમાં રમાનાર ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની નજર છે. ભારતની ટીમે આઈસીસી વનડે વિશ્વકપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઇનલમાં ભારતની હાર થઈ હતી. ટી20માં પણ ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. તેવામાં ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમ એક દાવેદારના રૂપમાં ઉતરશે. 

આ પણ વાંચોઃ ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝમાં નહીં રમે આ ખેલાડી, BCCIએ કરી રિપ્લેસમેન્ટની જાહેરાત

ધોનીની પાસે અનુભવનો ભંડોળ
ટીમ ઈન્ડિયા ધોનીને ટી20 વિશ્વકપ 2024માં મેન્ટોર બનાવી શકે છે. કારણ કે ધોનીની પાસે ટી20 ક્રિકેટનો લાંબો અનુભવ છે. તે રણનીતિ બનાવવામાં પણ માહેર છે. ધોનીએ વર્ષ 2007, 2009, 2010, 2012, 2014 અને 2016ના ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ધોનીની પાસે આઈપીએલમાં 15 વર્ષ ટીમની કમાન સંભાળવાનો પણ અનુભવ છે. તેવામાં ટી20 વિશ્વકપમાં ધોનીના અનુભવનો ફાયદો ભારતીય ટીમ ઉઠાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More