Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2024: વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! બાર્બાડોસમાં હોટલમાં રૂમમાં 'પૂરાયેલા' છે ખેલાડીઓ

ટી20 વર્લ્ડ કપ તો જીતી ગયા અને દેશમાં તેની ઉજવણી હજુ પણ ચાલુ છે. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાનું હતું અને ત્યારબાદ ત્યાંથી ભારત માટે ફ્લાઈટ પકડવાની હતી પરંતુ ખરાબ હવામાનના કારણે આ શક્ય બની શક્યું નથી.

T20 World Cup 2024: વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! બાર્બાડોસમાં હોટલમાં રૂમમાં 'પૂરાયેલા' છે ખેલાડીઓ
Viral Raval |Updated: Jul 01, 2024, 08:47 AM IST

ટી20 વર્લ્ડ કપ તો જીતી ગયા અને દેશમાં તેની ઉજવણી હજુ પણ ચાલુ છે. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાનું હતું અને ત્યારબાદ ત્યાંથી ભારત માટે ફ્લાઈટ પકડવાની હતી પરંતુ ખરાબ હવામાનના કારણે આ શક્ય બની શક્યું નથી. કારણ કે ટીમ ઈન્ડિયા હજુ પણ બાર્બાડોસમાં જ  ફસાયેલી છે. ત્યાં બેરિલ નામના ગંભીર પ્રકારના વાવાઝોડા (હરિકેન)ની કહેર જોવા મળી રહ્યો ચે. હરિકેન બેરિલ આજ રાતથી બાર્બાડોસમાં પ્રભાવિત થશે જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવાયું છે. 

પહોચવામાં થઈ શકે વિલંબ

ટીમ ઈન્ડિયા સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગે અને ભારતીય સમય મુજબ રાતે 8.30 વાગે બાર્બાડોસથી રવાના થવાની હતી. પરંતુ હવે તોફાનના કારણે મોડું થઈ શકે છે. નિર્ધારિત શિડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયા પહેલા ન્યૂયોર્ક જવાની હતી અને ત્યાંથી દુબઈ માટે કનેક્ટિગ ફલાઈટ લઈને ભારત પાછી ફરવાની હતી. એવું પણ કહેવાય છેકે જે હોટલમાં ટીમ ઈન્ડિયા ફસાયેલી છે તે સમુદ્ર તટની ખુબ નજીક છે. તે 3 કેટેગરીના તોફાનથી પ્રભાવિત થઈ શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તોફાન રવિવારે રાતે અથવા સોમવાર સવારે બાર્બાડોસમાં પ્રવેશ કરી શકે છે. 

બાર્બાડોસના પીએમ મિયા મોટલીએ જાહેરાત કરી હતી કે તોફાનની આશંકાના કારણે ગ્રાંટલી એડમ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ રવિવારે રાતે બંધ કરી દેવાશે. આથી ત્યાં કોઈ પણ પ્રકારની ફ્લાઈટની અવરજવર પર રોક રહેશે.

શું કરશે ટીમ ઈન્ડિયા
મીડિયા રિપોર્ટ મુજબ જીતના મજા બાદ આ ગંભીર સંકટનો સામનો કરી રહેલી ભારતીય ટીમ હવે હવામાન ઠીક થશે અને બાર્બાડોસ એરપોર્ટ પર કામકાજ ચાલુ થશે ત્યારબાદ એક વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી સીધી દિલ્હી માટ ઉડાણ ભરશે. એવી શક્યતા છે કે ટીમ ઈન્ડિયાને બાર્બાડોસથી બહાર કાઢવા માટે સોમવારે મોડી સાંજે અથવા તો મંગળવાર સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ સીધા બાર્બાડોસથી દિલ્હી માટે ઉડાણ ભરશે. આવામાં ભારતીય ટીમ 3 જુલાઈ સુધીમાં સ્વદેશ પરત ફરી શકે તેવી આશા સેવાઈ રહી છે. હાલ ટીમ બાર્બાડોસની હોટલ હિલ્ટનમાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે