Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2024: જીતી તો ગયા...પરંતુ રોહિતનો એક નિર્ણય ખોટો ઠર્યો, આગામી મેચમાં થઈ શકે મોટો ફેરફાર

India Vs Ireland: ભારતીય ટીમે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ આ વિશ્વકપની આઠમી મેચમાં આયરલેન્ડને છૂળ ચટાડી છે. ભારતીય ટીમે ભલે આ મેચ પોતાના નામે કરી પરંતુ આમ છતાં રોહિત શર્માનો એક નિર્ણય સવાલના ઘેરામાં છે. રોહિતનો એક પ્રયોગ ખોટો ઠર્યો.

T20 World Cup 2024: જીતી તો ગયા...પરંતુ રોહિતનો એક નિર્ણય ખોટો ઠર્યો, આગામી મેચમાં થઈ શકે મોટો ફેરફાર

ભારતીય ટીમે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ આ વિશ્વકપની આઠમી મેચમાં આયરલેન્ડને છૂળ ચટાડી છે. ભારતીય ટીમે ભલે આ મેચ પોતાના નામે કરી પરંતુ આમ છતાં રોહિત શર્માનો એક નિર્ણય સવાલના ઘેરામાં છે. રોહિતનો એક પ્રયોગ ખોટો ઠર્યો. ભારતીય ટીમની સામે આયરલેન્ડની ટીમ હતી એટલે કોઈ મુશ્કેલી ન પડી અને ટીમ ઈન્ડિયા સરળતાથી જીતી ગઈ. પરંતુ જો આયરલેન્ડની જગ્યાએ કોઈ મોટી ટીમ હોત તો આ જીત એટલી સરળ ન રહી હોત. આવામાં એવી અટકળો થઈ રહી છે કે પાકિસ્તાન વિરુદ્ધ મોટો ફેરફાર જોવા મળી શકે છે. 

કયો નિર્ણય ખોટો પડ્યો
અત્રે જણાવવાનું કે આઈસીસી ટી20 વિશ્વકપ 2024ની શરૂઆત પહેલા જ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઓપનિંગમાં બોલાવવાની અનેક દિગ્ગજોએ સલાહ આપી હતી. ભારતીય ટીમના અનેક દિગ્ગજો પણ આ કોમ્બિનેશનને પરફેક્ટ ગણાવતા હતા. પરંતુ આયરલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માનો આ એક એક્સપરિમેન્ટ ખોટો ઠર્યો. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા માટે આવ્યા. પરંતુ વિરાટ કોહલી કોઈ પણ કમાલ દેખાડ્યા વગર આઉટ થઈ ગયો. આયરલેન્ડ વિરુદ્ધ વિરાટે 5 બોલમાં ફક્ત એક રન કર્યો અને ચાલતી પકડી. આવામાં મોટો સવાલ છે કે લક્ષ્ય નાનો હતો, સામે આયરલેન્ડની ટીમ હતી આથી વિરાટના આઉટ થયા બાદ પણ ટીમ ઈન્ડિયાએ સરળતાથી મેચ જીતી લીધી. પરંતુ શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે આવો પ્રયોગ કરશે ખરી?

શું ભૂલ કરી?
જો રોહિત શર્મા સાથે કોઈ અન્ય ખેલાડી ઓપનિંગ કરવા માટે આવે તો તે નિડર થઈને રમી શકે છે. કારણ કે તેના મનમાં હોય છે કે એક વિકેટ પડ્યા બાદ દુનિયાના સૌથી બેસ્ટ બેટર વિરાટ કોહલી બેટિંગ માટે મેદાન પર ઉતરશે. પરંતુ રોહિત શર્મા સાથે જો વિરાટ કોહલી ઓપનિંગ કરવા લાગે તો એક પણ વિકેટ પડે તો ટીમ ઈન્ડિયાને ઝટકો લાગી શકે છે. રોહિત અને વિરાટને ટીમ ઈન્ડિયાના દિલ અને ધડકન કહે છે. આવામાં એક વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં પડી જાય. રોહિતનો આ નિર્ણય આયરલેન્ડ વિરુદ્ધ ફ્લોપ થઈ ગયો. આવામાં જોવાનું એ રહેશે કે શું પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઈન્ડિયા બેટિંગ ક્રમમાં ફેરફાર કરશે કે પછી આ કોમ્બિનેશન સાથે રમવા ઉતરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More