Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup માં આજે પર્થમાં પરીક્ષા! સાઉથ આફ્રિકન પેસ સામે ઈન્ડિયન બેટર્સનો મુકાબલો

T20 World Cup 2022: કે.એલ.રાહુલનું ફોર્મ ભારતીય ટીમ માટે બની શકે છે ચિંતાનો વિષય. છેલ્લી બે મેચથી રાહુલ દેખાઈ રહ્યો છે આઉટ ઓફ ધ ફોર્મ. આજે મોકો છે કંઈક કમાલ કરવાનો. આજની મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે.

T20 World Cup માં આજે પર્થમાં પરીક્ષા! સાઉથ આફ્રિકન પેસ સામે ઈન્ડિયન બેટર્સનો મુકાબલો

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપમાં આજે રમાશે રોમાંચક મુકાબલો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આજે સાઉથ આફ્રિકાની ટીમ ટકરાશે ટીમ ઈન્ડિયા સાથે. પર્થમાં આજે થશે બન્ને ટીમોના ટેલેન્ટની અગ્નિ પરીક્ષા. એક તરફ હશે સાઉથ આફ્રિકન ટીમના પેસર્સ તો બીજી તરફ હશે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ક્લાસ બેટર્સ. આજની મેચમાં જીત મેળવનાર ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવે છે. જ્યારે આજની મેચ હારનાર ટીમ પાસે પણ મોકો હશે પણ તેણે બાકીની બન્ને મેચ જીતવી પડશે. આજની મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે.

જોકે, ટી20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ભારતનું પલડું ભારે છે. કારણકે, બન્ને ટીમોના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો ટી20 વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ પાંચ માંથી ચાર મેચમાં જીત હાંસલ કરીને 4-1ની લીડ મેળવેલી છે. આ ટ્રેક રેકોર્ડ મુજબ પેપર પર ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધારે મજબૂત જણાઈ રહી છે. હવે ગ્રાઉન્ડ ઉપર કોણ કમાલ કરે છે એ જોવું રહ્યું.

એક તરફ ટીમ ઇન્ડિયા છે, જેણે T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ બંને મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે. તો બીજી તરફ, સાઉથ આફ્રિકાની ટીમ છે જેને ઝિમ્બાબ્વે સામે વરસાદને લીધે 1 પોઇન્ટ ગુમાવો પડ્યો હતો. તે બાદ તેણે બાંગ્લાદેશ સામે 104 રનના જંગી માર્જિનથી મેચ જીતી હતી. આજે આ બંને ટીમ પર્થના ઓપ્ટ્સ સ્ટેડિયમ ખાતે ટકરાશે. જીત તેમની સેમિફાઇનલની એક કદમ નજીક લઈ જશે તો હાર છતાં તેઓ સેમિફાઇનલની રેસમાં જીવંત રહેશે.

બન્ને ટીમોનો ટી20નો ટ્રેક રેકોર્ડઃ
બંને ટીમો વચ્ચે કુલ 23 T20 રમાઈ છે, જેમાંથી ભારતે 12 તો સાઉથ આફ્રિકાએ 9 મેચ જીતી છે. 1 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. જ્યારે T20 વર્લ્ડ કપમાં બંને 5 વાર આમને-સામને થયા છે. તેમાંથી 4 વાર ભારતે બાજી મારી છે, પ્રોટિયાસ (સાઉથ આફ્રિકા) એક જ વાર જીતનો સ્વાદ ચાખી શક્યા છે. આ વર્ષે જોકે, સાઉથ આફ્રિકાનો અગાઉની સરખામણીએ ભારત સામે ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. 1 જાન્યુઆરી 2022થી બંને ટીમો વચ્ચે 8 મેચ થઇ છે, જેમાં ભારત 4-3ની લીડ ધરાવે છે, 1 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

જે પ્રકારનું પ્રદર્શન રહ્યું છે એ જોતા હાલના તબક્કે ટીમ ઈન્ડિયામાં કોઈ પ્રકારના બદલાવની શક્યતા નહિવત છે. કારણકે, કોઈપણ કેપ્ટન વિનિંગ કોમ્બિનેશન સાથે જ ગ્રાઉન્ડમાં ઉતરવાનું પસંદ કરે છે. અને ભારતીય ટીમની તાસીર રહી છે ભલે ત્યારે કેપ્ટન કોઈપણ હોય. જે ટીમ સતત જીતતી આવી હોય એ ટીમના કોમ્બિનેશનમાં જરૂર ના હોય ત્યાં સુધી કોમ્બિનેશનમાં કોઈ બદલાવ કરવામાં આવતો નથી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ-11:
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલે રોસો, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરીક નોરકીયા, માર્કો યેનસન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More