Home> Sports
Advertisement
Prev
Next

IPL 2022: સુરેશ રૈનાનું દિલ તૂટ્યું, હરાજીમાં કોઈ પણ ટીમે ભાવ પણ ન પૂછ્યો! આ દિગ્ગજો રહ્યા અનસોલ્ડ

IPLMegaAuction2022 Live: મિસ્ટર IPL તરીકે જાણીતા રૈનાની બેસ પ્રાઈસ માત્ર 2 કરોડ રૂપિયા હતી અને તે પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો. IPL 2022માં રૈનાને કોઈ ખરીદનાર ન મળવાથી ચાહકો ખૂબ જ નિરાશ છે..

IPL 2022: સુરેશ રૈનાનું દિલ તૂટ્યું, હરાજીમાં કોઈ પણ ટીમે ભાવ પણ ન પૂછ્યો! આ દિગ્ગજો રહ્યા અનસોલ્ડ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ટી-20 બેટ્સમેન અને મિસ્ટર IPL તરીકે જાણીતા સુરેશ રૈનાનું દિલ તૂટી ગયું છે. IPL 2022 મેગા ઓક્શનના પ્રથમ રાઉન્ડમાં સુરેશ રૈના અનસોલ્ડ રહ્યા અને કોઈ ટીમે તેને પૂછ્યું પણ નહીં. સુરેશ રૈનાની જૂની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેને સામેલ કર્યો નથી.

સુરેશ રૈનાનું તૂટ્યું દિલ
મિસ્ટર IPL તરીકે જાણીતા રૈનાની બેસ પ્રાઈસ માત્ર 2 કરોડ રૂપિયા હતી અને તે પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો. IPL 2022માં રૈનાને કોઈ ખરીદનાર ન મળવાથી ચાહકો ખૂબ જ નિરાશ છે, પરંતુ તમને જણાવી દઈએ કે ટીમોને હજુ બીજી વખથ ખરીદવાની તક મળશે. જો તે દરમિયાન પણ રૈનાને કોઈ ખરીદનાર ન મળ્યો તો તે રૈના માટે એક મોટો આંચકો હશે.

આ દિગ્ગજ પણ રહ્યા અનસોલ઼્ડ
સુરેશ રૈના ઉપરાંત ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર પણ અનસોલ્ડ રહ્યા છે. બીજી તરફ ડ્વેન બ્રાવો ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો છે, બ્રાવો 4.25 કરોડ રૂપિયામાં ચેન્નાઈ સાથે જોડાયેલો છે.

મિસ્ટર IPL સાબિત થયા સુરેશ રૈના
IPLના ઈતિહાસમાં કેટલાક એવા બેટ્સમેન રહ્યા છે, જેમણે શરૂઆતથી જ જબરદસ્ત તાકાત બતાવી છે. સુરેશ રૈના પણ આ બેટ્સમેનોમાંનો એક છે. પ્રથમ સિઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા સુરેશ રૈનાનું IPLમાં સતત પ્રદર્શન રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે શરૂઆત કર્યા પછી મધ્યમાં 2 સિઝન માટે ગુજરાત લાયન્સ માટે રમનાર સુરેશ રૈનાએ કુલ 205 મેચ રમી છે, જેમાં તેણે 5528 રન બનાવ્યા છે. રૈનાએ 1 સદી સાથે 39 અડધી સદી ફટકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More