Home> Sports
Advertisement
Prev
Next

BCCI ને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, હજુ ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે ગાંગુલી-શાહ

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને મોટી રાહત આપી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને બોર્ડના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. 

BCCI ને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, હજુ ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે ગાંગુલી-શાહ

મુંબઈઃ Supreme Court give Big Relief to BCCI:  બીસીસીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની રાહત બાદ હવે સૌરવ ગાંગુલી આગામી ત્રણ વર્ષ સુધી BCCIના અધ્યક્ષ બની શકે છે. આ સિવાય જય શાહ આગામી ત્રણ વર્ષ માટે BCCI સેક્રેટરી પણ રહેશે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટે આપી બંધારણમાં ફેરફાર કરવાની મંજૂરી
સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને બોર્ડના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈ સચિવ જય શાહને મોટી રાહત મળી છે. 

બીસીસીઆઈની સુપ્રીમમાં દલીલ
બીસીસીઆઈ તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેંચની સામે દલીલ આપી, ર્તમાન બંધારણમાં કૂલિંગ ઓફ પીરિયડની જોગવાઈ છે. જો હું એક કાર્યકાળ માટે રાજ્ય ક્રિકેટ સંઘ અને સતત બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈનો પદાધિકારી છું, તો મારે કૂલિંગ ઓફ પીરિયડમાંથી પસાર થવું પડશે. બંને એકમ અલગ છે અને તેના નિયમ પણ અલગ છે અને જમીની સ્તર પર નેતૃત્વ તૈયાર કરવા માટે પદાધિકારીના સતત બે કાર્યકાળ ખુબ ઓછા છે. 

સર્વોચ્ચ કોર્ટે બુધવાર (14 સપ્ટેમ્બર) ના પોતાના ચુકાદામાં કહ્યું કે તે બીસીસીઆઈમાં એક પદાધિકારીને સતત બે કાર્યકાળ માટે પદ ધારણ કરવાની મંજૂરી આપશે, ભલે તે એક કાર્યકાળ માટે રાજ્ય સંઘમાં પદ પર હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More