Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: બલિનો બકરો બની ગયો ચેતેશ્વર પુજારા, ટેસ્ટ ટીમની પસંદગી પર ભડક્યા સુનીલ ગાવસ્કર

IND vs WI: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતના તમામ બેટરો ફ્લોપ રહ્યા હતા. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં પુજારાને જગ્યા મળી નહીં. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર સુનીલ ગાવસકરે તેને લઈને આકરા સવાલો પૂછ્યા છે. 

IND vs WI: બલિનો બકરો બની ગયો ચેતેશ્વર પુજારા, ટેસ્ટ ટીમની પસંદગી પર ભડક્યા સુનીલ ગાવસ્કર

નવી દિલ્હીઃ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. તેમાં સૌથી વધુ ચર્ચા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ની હકાલપટ્ટી પર થઈ રહી છે. તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યશસ્વી જાયસવાલ નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે, જ્યાં એક દાયકાથી પુજારાનો કબજો હતો. રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમમાં કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી. 

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરને લાગે છે કે અહીં પસંદગીકારોએ મોટા નામોને આરામ આપી યુવા ખેલાડીઓને તક આપવાની જરૂર હતી. તો પુજારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં બેટરોના ખરાબ પ્રદર્શન બાદ બલિનો બકરો બનવું પડ્યું છે. સુનીલ ગાવસકરે કહ્યું- તેને આપણી બેટિંગ ફેલ થવા પર બલિનો બકરો કેમ બનાવવામાં આવ્યો? તે ભારતીય ક્રિકેટનો વફાદાર સેવક, શાંત અને સક્ષમ વ્યક્તિ રહ્યો છે. પરંતુ કોઈ મંચ પર તેના લાખો ફોલોઅર્સ નથી જે બહાર થવા પર શોર મચાવી શકે, તો તેને તમે હટાવી દો છો? આ વાત સમજાતી નથી. 

સુનીલ ગાવસકરે તે વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે પસંદગીકારોને સવાલ ન પૂછી શકાય. પસંદગીકારો આજકાલ પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરતા નથી. તેમણે કહ્યું- તેને હટાવવા અને ફેલ થયેલા અન્ય ખેલાડીઓને રાખવાનો માપદંડ શું છે. મને નથી ખબર કારણ કે આજકાલ પસંદગી સમિતિના અધ્યક્ષ કે કોઈપણ વ્યક્તિની સાથે મીડિયાની વાતચીત થતી નથી, જેને તમે આ સવાલ પૂછી શકો. 

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં થઈ ગઈ BCCIથી ચૂક? વિન્ડીઝના પ્રવાસે મોંઘી પડશે આ ભૂલ

સરફરાઝ ખાનની પસંદગી ન થતા ઉઠ્યા સવાલ
તો છેલ્લાં ત્રણ વર્ષથી રણજી ટ્રોફીમાં રનનો વરસાદ કરનાર યુવા ખેલાડી સરફરાઝ ખાનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બીજીતરફ આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનાર યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈના આ નિર્ણયતી પણ પૂર્વ ક્રિકેટરો સહિત અનેક લોકો નારાજ છે. શું આઈપીએલના પ્રદર્શનના આધારે કોઈ ખેલાડીને ટેસ્ટ ટીમમાં સામેલ કરવો કેટલો યોગ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More