Home> Sports
Advertisement
Prev
Next

IND vs SL: સિરાજની 6 વિકેટ, એશિયા કપ જીતવા ભારતને મળ્યો માત્ર 51 રનનો ટાર્ગેટ

Asia Cup 2023 Final: એશિયા કપ-2023ની ટ્રોફી જીતવા માટે ભારતીય ટીમ માત્ર 51 રન દૂર છે. ભારતે શ્રીલંકાને 50 રનમાં ઓલઆઉટ કરી દીધુ છે. ભારત તરફથી સિરાજે છ વિકેટ ઝડપી છે. 

IND vs SL: સિરાજની 6 વિકેટ, એશિયા કપ જીતવા ભારતને મળ્યો માત્ર 51 રનનો ટાર્ગેટ

કોલંબોઃ મોહમ્મદ સિરાજ (6 વિકેટ) અને હાર્દિક પંડ્યાની 3 વિકેટની મદદથી એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકન ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતને ટ્રોફી જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ બુમરાહને સફળતા મળી હતી. ત્યારબાદ મોહમ્મદ સિરાજે એક ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. મેચમાં સિરાજને કુલ છ સફળતા મળી છે. 

ભારતના ફાસ્ટ બોલરોનો દબદબો
એશિયા કપની ફાઈનલમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. જસપ્રીત બુમરાહે કુસલ પરેરા (0) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ ઈનિંગની ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજે ચાર વિકેટ ઝડપીને શ્રીલંકાની અડધી ટીમને પેવેલિયન મોકલી આપી હતી. મોહમ્મદ સિરાજે પથુમ નિસંકા (2), સદીરા સમરવીક્રમા (0), ચરિથ અસલંકા (0), અને ધનંજય ડિ સિલ્વા (4) ને એક ઓવરમાં જ આઉટ કર્યાં હતા. 

સિરાજનો ઘાતક સ્પેલ
ઈનિંગની ચોથી ઓવરમાં ચાર વિકેટ લીધા બાદ મોહમ્મદ સિરાજે છઠ્ઠી ઓવરમાં દસુન સનાકા (0) ને ક્લિન બોલ્ડ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. સિરાજે માત્ર 16 બોલમાં જ પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ પાંચ વિકેટ સાથે સિરાજે વનડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી. સિરાજ સૌથી ઓછા બોલમાં 50 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો બોલર બની ગયો છે. તેણે વનડે ક્રિકેટમાં 1002 બોલમાં 50 વિકેટ પૂરી કરી હતી. 

આ પણ વાંચોઃ IND vs AUS: ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી

ભારત તરફથી મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 1 મેડન સાથે 21 રન આપી છ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહને એક સફળતા મળી હતી. 

સિરાજની વનડેમાં 50 વિકેટ પૂરી
આ સાથે સિરાજે વનડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. સિરાજે 1002 બોલમાં 50 વિકેટ પૂરી કરી છે. તે સૌથી ઓછા બોલમાં વનડે ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરવાના મામલામાં બીજા સ્થાને પહોંચી ગયો છે. વનડેમાં સૌથી ઓછા બોલમાં 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્પિનર અજંતા મેન્ડિસના નામે છે. મેન્ડિસે 847 બોલમાં 50 વિકેટ પૂરી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More