Home> Sports
Advertisement
Prev
Next

શ્રીસંત પ્રેસિડેન્ટ કપથી કરશે ટી20 ક્રિકેટમાં વાપસી, કેરલ ક્રિકેટ એસોસિએશન કરાવશે આયોજન

શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગના આરોપમાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં આ બેન ઘટાડીને સાત વર્ષ કરી દેવામાં આવ્યો જે સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ ગયો છે. તે હવે કેરલમાં ટી20 ટૂર્નામેન્ટ રમતો જોવા મળશે. 

શ્રીસંત પ્રેસિડેન્ટ કપથી કરશે ટી20 ક્રિકેટમાં વાપસી, કેરલ ક્રિકેટ એસોસિએશન કરાવશે આયોજન

નવી દિલ્હીઃ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ ફાસ્ટ બોલર શાંતાકુમારન શ્રીસંત (Sreesanth) ક્રિકેટના મેદાન પર વાપસી માટે તૈયાર છે. તે પ્રેસિડેન્ટ ટી20 કપથી વાપસી કરશે જેનું આયોજન કેરલ ક્રિકેટ એસોસિએશન કરાવશે. વર્ષ 2013મા સ્પોટ ફિક્સિંગના આરોપમાં પ્રતિબંધિત થયા બાદ આ પ્રથમ ઘટના હશે જ્યારે શ્રીસંત પ્રોફેશનલ્સ ક્રિકેટમાં વાપસી કરશે. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ (IPL Spot Fixing)ના આરોપમાં શ્રીસંત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં સાત વર્ષનો પ્રતિબંધ સમાપ્ત થયો હતો.

આ ટી20 ટૂર્નામેન્ટનો કાર્યક્રમ હજુ નક્કી થયો નથી કારણ કે કેરલ ક્રિકેટ એસોસિએશન હજુ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું કે, ડ્રીમ11 જ આ લીગની સ્પોન્સર હશે. 

કેરલ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સજન કે વર્સીગે સ્ટાર સ્પોર્ટસને જણાવ્યુ, જી ખરેખર શ્રીસંત આ લીગનું એક આકર્ષણ હશે. દરેક ખેલાડી એક જ હોટલમાં બાયોબબલમાં રહેશે. અમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ લીગ કરાવવાનું વિચારી રહ્યાં છીએ. કેરલ સરકારની મંજૂરી સૌથી મહત્વની વાત છે. 

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનનો દાવો, ભારતીય ખેલાડીઓ માટે કઠિન હશે વનડે સિરીઝ

શ્રીસંત ઘણા સમયથી ક્રિકેટમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો પરંતુ ઓગસ્ટ 2019મા સુપ્રીમ કોર્ટે તેને ઘટાડીને સાત વર્ષનો કરી દીધો હતો. 

શ્રીસંતને ક્યારેક ભારતીય ફાસ્ટ બોલિંગનું ભવિષ્ય માનવામાં આવતો હતો. તેણે 2007ના પ્રથમ વર્લ્ડ ટી20માં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે વર્ષ 2006મા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચ દરમિયાન તેણે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી, જેમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ સામેલ હતી. ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ ડ્રો કરાવી હતી.

તેણે ભારત માટે 27 ટેસ્ટ, 53 વનડે અને 10 ટી20 મુકાબલા રમ્યા હતા. આ દરમિયાન તેણે ક્રમશઃ 87, 75 અને સાત વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More