Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup પહેલાં અંદર અંદર બાખડ્યાં પાકિસ્તાની ખેલાડીઓ, Video Viral

T20 World Cup 2024: આ વખતે અમેરિકા અને કેરેબિયન ધરતી એટલેકે વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાનાર છે. આ વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનની ટીમનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં ખેલાડીઓ અંદર અંદર ઝગડી રહ્યાં હોવાની વાત ચર્ચામાં છે. શું છે હકીકત જાણીએ...

T20 World Cup પહેલાં અંદર અંદર બાખડ્યાં પાકિસ્તાની ખેલાડીઓ, Video Viral

T20 World Cup 2024: આઈપીએલ પુરી થતીની સાથે શરૂ થઈ જશે ક્રિકેટનો મહાકુંભ. જીહાં, આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહ્યો છે T20 World Cup. ભારત સહિત વિવિધ દેશોએ પોતાની ટીમોની જાહેરાત પણ કરી દીધી છે. એવામાં વર્લ્ડ કપના ઠીક પહેલાં પાકિસ્તાનની ટીમનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ખેલાડીઓ અંદરો અંદર ઝઘડો કરી રહ્યાં હોય તેવું પ્રતિત થઈ રહ્યું ખાસ કરીને પાકિસ્તાની પ્લેયર ઈમાદ વસીમ અને બાબર આઝમ વચ્ચે કોઈક બાબતે ભારે ટક્કર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આખરે શું છે મામલો જાણીએ આ અહેવાલમાં...

શું ખરેખર T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ટીમમાં શરૂ થઈ ગઈ છે લડાઈ? બાબર આઝમ સાથે ઈમાદ વસીમની ટક્કરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં 2024 T20 વર્લ્ડ કપ પહેલા બે મહત્વપૂર્ણ શ્રેણીની તૈયારી કરી રહી છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકાની સાથે ગ્રુપ Aમાં છે. પાકિસ્તાન 6 જૂને અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આયર્લેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી 10મીથી શરૂ થશે. ત્યાર બાદ 22 મેથી ઈંગ્લેન્ડ સામે 4 ટી20 મેચોની ટી20 સીરીઝ રમાશે.

સામસામે આવી ગયા બાબર અને ઈમાદ-
આયર્લેન્ડ સામેની સિરીઝ પહેલા સોમવારે એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર ઈમાદ વસીમ સાથે ગુસ્સામાં વાત કરી રહ્યો છે. સાથી ખેલાડીઓ તેમને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પાકિસ્તાની ટીમમાં આ કંઈ નવું નથી. ખેલાડીઓ એકબીજામાં લડતા રહે છે. ખાસ કરીને મોટાભાગના ખેલાડીઓ બાબર આઝમને કેપ્ટન તરીકે પસંદ નથી કરતા. આવી સ્થિતિમાં બધા તેની સાથે અથડામણ કરે છે.

 

વીડિયો વાયરલ થતા ઈમાદે શું કહ્યું?
બાદમાં બીજી એક વીડિયો ક્લિપ સામે આવી, જેમાં ઈમાદ વસીમ એવું કહેતા સાંભળી શકાય છે કે કોઈ લડાઈ નથી. ઈમાદ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. તેણે નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ પાકિસ્તાન સુપર લીગમાં વધુ સારું પ્રદર્શન કરીને તે ટીમમાં પાછો ફર્યો છે. ઇમાદની અગાઉ પાકિસ્તાની ટીમના કેટલાક ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો.

કોહલીને કઈ રીતે આઉટ કરવો તેના માટે પાકિસ્તાન બનાવશે યોજનાઃ
પાકિસ્તાનના સુકાની બાબરે કહ્યું હતું કે ટીમ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ/યુએસએમાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપમાં ભારત સાથેની મેચ માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સામે ખાસ પ્લાન બનાવશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 31/4 હતો, ત્યાંથી કોહલીએ 160 રનના સ્કોરનો પીછો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More