Home> Sports
Advertisement
Prev
Next

દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી મચ્યો ખળભળાટ, કહ્યું DRS હોત તો ભારતના આ બોલેર ટેસ્ટમાં લેત 1 હજાર વિકેટ!

ટેસ્ટ, વન-ડે અને ટી-20માં હવે ખેડાલીઓ પાસે DRSનો વિકલ્પ હોય છે. જો કે DRS પર પણ અવાર નવાર સવાલ ઉઠતા રહે છે. ત્યારે ક્રિકેટ જગતના એક દિગ્ગજે કરેલા નિવેદનથી હવે ખળભળાટ મચ્યો છે. જાણો તેણ ભારતીય બોલર્સ અંગે શું કહ્યું. ટેસ્ટ ક્રિકેટમાં આજ સુધી દુનિયાનો કોઈ બોલર 1000 વિકેટ ઝડપી શક્યો નથી.

દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી મચ્યો ખળભળાટ, કહ્યું DRS હોત તો ભારતના આ બોલેર ટેસ્ટમાં લેત 1 હજાર વિકેટ!

નવી દિલ્લીઃ ટેસ્ટ, વન-ડે અને ટી-20માં હવે ખેડાલીઓ પાસે DRSનો વિકલ્પ હોય છે. જો કે DRS પર પણ અવાર નવાર સવાલ ઉઠતા રહે છે. ત્યારે ક્રિકેટ જગતના એક દિગ્ગજે કરેલા નિવેદનથી હવે ખળભળાટ મચ્યો છે. જાણો તેણ ભારતીય બોલર્સ અંગે શું કહ્યું. ટેસ્ટ ક્રિકેટમાં આજ સુધી દુનિયાનો કોઈ બોલર 1000 વિકેટ ઝડપી શક્યો નથી. 1000 ટેસ્ટ વિકેટ લેવી એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવા બરાબર છે. પરંતુ તમામ દિગ્ગજ બોલર પણ આ રેકોર્ડ તોડવા માટે તલપાડ હોય છે. ત્યારે એક ભારતીય લિજેન્ડે પોતાના નિવેદનથી સનસનાટી મચાવી છે. તમણે કહ્યું કે જો DRS હોત તો ભારતીય બોલરે 1000 ટેસ્ટ વિકેટ લીધી હોત.

દુનિયાનો કોઈ બોલર ટેસ્ટમાં 1000 વિકેટ લઈ શક્યો નથી-
તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં કોઈ બોલર 1000 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ સર્જી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ શ્રીલંકાના મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરનના નામે છે. શ્રીલંકાના મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મુથૈયા મુરલીધરન 1000 ટેસ્ટ વિકેટ લેવાથી 200 વિકેટ દૂર છે.

જો DRS હોત તો ભારતીય બોલરે 1000 ટેસ્ટ વિકેટ લીધી હોત-
ચાહકોના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે આખરે કયો ભારતીય બોલર 1000 ટેસ્ટ વિકેટ લઈ શકશે. વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું કે જો અનિલ કુંબલેના સમયમાં DRS હોત તો કદાચ 619 વિકેટ નહીં પરંતુ 1000 વિકેટ તેના નામની આગળ લખાઈ હોત. વિરાટ કોહલીના બાળપણના કોચે આવું એટલા માટે કહ્યું કારણ કે ઘણી વખત અમ્પાયરિંગના નિર્ણયો અનિલ કુંબલેના પક્ષમાં નહોતા જતા અને તેના બોલ ઘણીવાર બેટ્સમેનોના પેડ પર અથડાતા હતા અને આ જ કારણ હતું કે તે કમનસીબ હતો.

એક નિવેદને મચાવી સનસની-
યુટ્યુબ પોડકાસ્ટ 'ખેલનીતિ' પર રાજકુમાર શર્માએ કહ્યું 'આ દિવસોમાં સ્પિનરો માટે ડીઆરએસ એક મોટો ફાયદો છે. મારા સમયમાં કે નિખિલના સમયમાં જો બોલ બેટ્સમેનના પેડ પર અથડાતો જ્યારે તે ફ્રન્ટ ફુટ પર હતો, તો અમ્પાયર હંમેશા તેને નોટ આઉટ આપતા. પરંતુ ડીઆરએસને કારણે ઘણું બધું બદલાઈ ગયું છે અને જો અનિલ કુંબલેના સમયે ડીઆરએસ હોત તો તે 1 હજારથી વધુ વિકેટ લીધી હોત. તમને જણાવી દઈએ કે હરભજન સિંહ અને અનિલ કુંબલેની જોડી ભારતના સૌથી સફળ સ્પિનરોની યાદીમાં રાખવામાં આવી છે, પરંતુ જો વર્તમાન ટીમ ઈન્ડિયા પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડી આગળ વધી રહી છે.

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર-
619 ટેસ્ટ વિકેટ ઝડપનાર અનિલ કુંબલે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને છે. બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિનના નામે 436 ટેસ્ટ વિકેટ છે. ત્રીજા નંબર પર કપિલ દેવની 434 ટેસ્ટ વિકેટ છે. હરભજન સિંહ 417 ટેસ્ટ વિકેટ સાથે ચોથા સ્થાન પર છે. ઈશાંત શર્મા અને ઝહીર ખાન 311-311 વિકેટ સાથે પાંચમા નંબર પર છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ-
1. અનિલ કુંબલે- 619 ટેસ્ટ વિકેટ
2. રવિચંદ્રન અશ્વિન- 436 ટેસ્ટ વિકેટ
3. કપિલ દેવ- 434 ટેસ્ટ વિકેટ
4. હરભજન સિંહ - 417 ટેસ્ટ વિકેટ
5. ઈશાંત શર્મા/ઝહીર ખાન- 311 ટેસ્ટ વિકેટ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ-
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ શ્રીલંકાના મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરનના નામે છે. શ્રીલંકાના મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન 708 ટેસ્ટ વિકેટ સાથે બીજા નંબર પર રહ્યો. ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છે જેણે 640 ટેસ્ટ વિકેટ લીધી છે. અનિલ કુંબલે 619 ટેસ્ટ વિકેટ સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે.

વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર-
1. મુથૈયા મુરલીધરન(શ્રીલંકા)- 800 ટેસ્ટ વિકેટ
2. શેન વોર્ન(ઓસ્ટ્રેલિયા)- 708 ટેસ્ટ વિકેટ
3. જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)- 640 ટેસ્ટ વિકેટ
4. અનિલ કુંબલે(ભારત)- 619 ટેસ્ટ વિકેટ
5. ગ્લેન મેકગ્રા(ઓસ્ટ્રેલિયા)- 563 ટેસ્ટ વિકેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More