Home> Sports
Advertisement
Prev
Next

ગાંજો ફૂંકતા પકડાયો હતો આ દિગ્ગજ ક્રિકેટર, દારૂના નશામાં 'રનનો વરસાદ' કરી કાંગારૂઓની પથારી ફેરવી હતી

Flashback Cricket: ક્રિકેટના ઈતિહાસમાં અનેક એવા ખેલાડીઓ તમને જોવા મળશે જેમની સાથે વિવાદોનો નાતો રહ્યો છે. આવા જ એક ખેલાડી વિશે આપણે વાત કરીશું જેણે નશામાં એક એવી જબરદસ્ત ઈનિંગ રમી નાખી કે જે ક્રિકેટના ઈતિહાસના પન્નામાં નોંધાઈ ગઈ. 

ગાંજો ફૂંકતા પકડાયો હતો આ દિગ્ગજ ક્રિકેટર, દારૂના નશામાં 'રનનો વરસાદ' કરી કાંગારૂઓની પથારી ફેરવી હતી

ક્રિકેટના ઈતિહાસમાં અનેક એવા ખેલાડીઓ તમને જોવા મળશે જેમની સાથે વિવાદોનો નાતો રહ્યો છે. આવો જ એક ખેલાડી છે દક્ષિણ આફ્રીકાનો હર્શલ ગિબ્સ. પોતાની કરિયર દરમિયાન હર્શલ ગિબ્સ અનેક મોટા વિવાદના કારણે ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2001માં એન્ટીગાના જોલી બીચ રિસોર્ટના એક રૂમમાં મરિજુઆના (ગાંજો) ફૂંકતા પણ પકડાયો હતો. દક્ષિણ આફ્રીકાના સ્ટાર બેટ્સમન રહી ચૂકેલા હર્શલ ગિબ્સના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે. ગિબ્સ જ એ ખેલાડી છે જેના કારણે દક્ષિણ આફ્રીકાની ટીમે વનડે ઈતિહાસનો સૌથી મોટા લક્ષ્યાંકને સફળતાપૂર્વક પામવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

ગાંજો ફૂંકતા પકડાયો હતો
વર્ષ 2001માં શોન પોલોકની કેપ્ટન્સી હેઠળ દક્ષિણ આફ્રીકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ટેસ્ટ અને વનડે સિરીઝ રમવા માટે ગઈ હતી. 11 મેની રાતે હર્શલ ગિબ્સ એન્ટીગામાં ગાંજો ફૂંકતા પકડાયો હતો. હર્શલ ગિબ્સ સાથે તેના સાથી ખેલાડી રોજર ટેલેમાક્સ, પોલ એડમ્સ, જસ્ટિન કૈમ્પ અને આંદ્રે નીલ પણ સામેલ હતા. એટલું જ નહીં ખેલાડીઓ સાથે દક્ષિણ આફ્રીકી ટીમના કોચિંગ સભ્યો પણ સામેલ હતા. 

સ્મિથ પણ મહેફિલનો હિસ્સો
દક્ષિણ આફ્રીકી ટીમના તત્કાલિન ફિઝિયો ક્રેગ સ્મિથ પણ આ મહેફિલનો ભાગ હતા. ત્યારબાદ ક્રિકેટ સાઉથ આફ્રીકાએ હર્શલ ગિબ્સ સહિત ટીમના અનેક સભ્યો પર કાર્યવાહી કરતા 10 હજાર સાઉથ આફ્રીકન રેન્ડનો દંડ ફટકાર્યો હતો. હર્શલ ગિબ્સ ફિક્સિંગની જાળમાં પણ ફસાયો હતો. વર્ષ 2000માં હર્શલ ગિબ્સને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો. 

દારૂના નશામાં ફટકાર્યા રન!
હર્શલ ગિબ્સે દારૂના નશામાં 12 માર્ચ 2006ના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. આફ્રીકી ટીમે વનડે ઈતિહાસનો સૌથી મોટો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કરીને રેકોર્ડ સર્જી નાખ્યો. આ મેચ ફેન્સ માટે એક યાદગાર મેચ બની રહી હતી. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 434 રન કર્યા હતા. જે તે સમયનો સૌથી મોટો સ્કોર હતો. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આટલો મોટો સ્કોર કરવા છતાં પણ હારનો સામનો કરવો પડશે. 

નશામાં કરી હતી બેટિંગ
દક્ષિણ આફ્રીકાની આ જીતનો હીરો હર્શલ ગિબ્સ હતો. જેણે 111 બોલમાં 175 રન ઠોક્યા હતા. હર્શલ ગિબ્સે પોતાની યાદગાર ઈનિંગમાં 21 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. એવું કહેવાય છે કે તે મેચ દરમિયાન દારૂના નશામાં હતો અને નશાની હાલતમાં જ તેણે તે ઈનિંગ રમી હતી. ગિબ્સ પોતે આ ખુલાસો કરી ચૂક્યો છે કે તે દારૂના નશામાં હતો. ગિબ્સે ઓટોબાયોગ્રાફી To the point: The no-holds-barred માં જણાવ્યું છે કે તે મેચ પહેલાની રાતે તેણે ખુબ દારૂ પીધો હતો અને મેચવાળા દિવસે તે હેંગઓવરમાં હતો. 

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈક હસીએ પણ પોતાના પુસ્તકમાં આ અંગે ઉલ્લેખ કરતા લખ્યું કે 'સૂતા પહેલા મે મારી હોટલના રૂમની બહાર જોયું કે ગિબ્સ હજુ પણ ત્યાં છે. ગિબ્સ જ્યારે સવારે નાશ્તા માટે આવ્યો હતો ત્યારે પણ તે નશામાં જોવા મળી રહ્યો હતો.' હર્શલ ગિબ્સની કરિયર 15 વર્ષ સુધી રહી. હર્શલ ગિબ્સ એકમાત્ર બેટર છે જેણે વનડે ક્રિકેટની એક ઓવરમાં સતત 6 છગ્ગા માર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More