Home> Sports
Advertisement
Prev
Next

અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયામાં બે સપ્તાહ માટે હોટલમાં બંધ રહે ટીમ ઈન્ડિયાઃ ગાંગુલી


ભારતીય ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. 
 

 અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયામાં બે સપ્તાહ માટે હોટલમાં બંધ રહે ટીમ ઈન્ડિયાઃ ગાંગુલી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે, તે પહેલા તેની ચર્ચાઓ ચાલી રહી છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવે. 

મહત્વનું છે કે ભારતીય ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. 

સૌરવ ગાંગુલીએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ, આશા કરીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવશે. 

ગાંગુલીએ કહ્યુ, અમે તે નથી ઈચ્છતા કે આ મહત્વની સિરીઝ પહેલા અમારા બધા ખેલાડી દૂર જાય અને બે સપ્તાહ માટે હોટલના રૂમમાં બેઠા રહે. આ ખુબ નિરાશાનજક હોઈ શકે છે. 

ગાંગુલીએ કહ્યુ, મેલબોર્ન સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્થિતિ સારી છે. તેને ધ્યાનમાં રાખી અને ત્યાં જશું અને આશા છે કે ક્વોરેન્ટાઇન સમય ઓછો થશે અને અમે ક્રિકેટમાં પરત ફરીએ. 

સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો કેન વિલિયમસન, પરંતુ એક નર્સના ઇશ્કમાં બિમાર થયો

મહત્વનું છે કે ઓક્ટોબરમાં ભારત ટી20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જેની શરૂઆત 11 ઓક્ટોબરથી બ્રિસ્બેનથી થશે, ત્યારબાદ 14 ઓક્ટોબર (કેનબરા) અને 17 ઓક્ટોબર (એડિલેડ)માં મેચ રમાશે. ત્યારબાદ ટી20 વિશ્વકપ થશે અને મહામારીને કારણે તેના આયોજનની સંભાવના ખુબ ઓછી છે. 

વિરાટ કોહલીની ટીમ ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જશે, જેની શરૂઆત ત્રણ ડિસેમ્બર બ્રિસ્બેનથી થશે. ભારત તેમાં એડિલેડમાં 11થી 15 ડિસેમ્બર સુધી ડે-નાઇટ ટેસ્ટ રમશે. ત્રીજી અને ચોથી ટેસ્ટ ક્રમશઃ મેલબોર્ન (26થી 30 ડિસેમ્બર) અને સિડની (ત્રણથી સાત જાન્યુઆરી) રમાશે. 

ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ 12 જાન્યુઆરીથી પર્થમાં શરૂ થશે ત્યારબાદ 15 જાન્યુઆરી મેલબોર્ન અને 17 જાન્યુઆરી સિડનીમાં રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More