Home> Sports
Advertisement
Prev
Next

Sourav Ganguly: BCCIમાંથી વિદાય બાદ ગાંગુલીએ કાઢી ભડાસ, પોતાના નિવેદનથી ચોંકાવી દીધા

Sourav Ganguly After BCCI Exit: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાંથી વિદાય બાદ પ્રથમવાર નિવેદન આપ્યું છે. ગાંગુલીએ જે રીતે પ્રતિક્રિયા આપી છે તેનાથી લાગી રહ્યું છે કે તે નિરાશ જરૂર છે. 

Sourav Ganguly: BCCIમાંથી વિદાય બાદ ગાંગુલીએ કાઢી ભડાસ, પોતાના નિવેદનથી ચોંકાવી દીધા

નવી દિલ્હીઃ Sourav Ganguly Statement: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ BCCIમાંથી વિદાય લીધા બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પદેથી હટી ગયા છે. BCCI માં સૌરવ ગાંગુલીને કોઈ સમર્થન મળ્યું નહીં અને તેમણે એક નિરાશાજનક સ્તર પર પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો છે. 

BCCIમાંથી બહાર આવ્યા બાદ પ્રથમવાર બોલ્યા ગાંગુલી
BCCIમાંથી બહાર થયા બાદ પ્રથમવાર ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી મીડિયા સામે આવ્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યુ- હું પાંચ વર્ષ સુધી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલ (CAB) નો અધ્યક્ષ રહ્યો. પછી ત્રણ વર્ષથી ભારતીય ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ છું. આ બધી જવાબદારીઓ સંભાળ્યા બાદ તમારે જવાનું છે અને જવું પડશે. એક ક્રિકેટરના રૂપમાં તમારી સામે પડકાર ખુબ મોટો હોય છે અને એક પ્રશાસકના રૂપમાં તમારે આટલું મોટું યોદગાન આપવું પડશે. 

આ પણ વાંચોઃ T20 World Cup 2022: 109 ખેલાડીઓએ મળીને જ્યારે બનાવી દીધો એક ઐતિહાસિક રેકોર્ડ

આ નિવેદનથી દાદાએ બધાને ચોંકાવ્યા
સૌરવ ગાંગુલીએ કહ્યુ- તમારે ટીમ માટે વસ્તુ સારી બનાવવી પડશે. એક ખેલાડી હોવાને નાતે હું લાંબા સમય સુધી રમતો રહ્યો અને તેમાં મને ખુબ મજા આવી. એક પ્રશાસકના રૂપમાં હું કેટલીક યાદગાર અને મહાન ક્ષણોનો ભાગ બન્યો. તમે હંમેશા માટે ન રમી શકો અને તમે હંમેશા માટે પ્રશાસક બનીને ન રહી શકો. નોંધનીય છે કે સૌરવ ગાંગુલીના આ નિવેદનમાં નિરાશા જોવા મળી રહી છે. 

બીસીસીઆઈને મળશે નવા અધ્યક્ષ
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્નીનું ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનવાનું નક્કી છે. બિન્નીએ તે માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. આ સિવાય કોઈ અન્યએ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી નથી. નોંધનીય છે કે સૌરવ ગાંગુલીની ઈચ્છા બીસીસીઆઈ અધ્યક્ષ પદે રહેવાની હતી પરંતુ કોઈ સમર્થન ન મળતા તેમણે આ પદ છોડવાની ફરજ પડી છે. 

આ પણ વાંચો- BCCI ની નવી ટીમ થઈ ફાઇનલ! રોજર બિન્ની અધ્યક્ષ, અરૂણ ધૂમલ IPL ચેરમેન, જય શાહ સચિવ

આ વિવાદ બન્યો કારણ!
ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદે યથાવત ન રહી શક્યા તેનું એક કારણ પ્રાયોજક છે, જે ગાંગુલીથી ખુશ નથી. એટલા માટે કારણ કે તે વિરોધી બ્રાન્ડનો પ્રચાર કરે છે. આ મામલા પર સભ્યો વચ્ચે ઘણીવાર ચર્ચા થઈ ચુકી છે. ઓવરઓલ બીસીસીઆઈ હવે ગાંગુલીને છોડી આગળ વધી રહ્યું છે, જેનો અર્થ છે કે તે આઈસીસી ચેરમેન પદ માટે પણ ઉમેદવાર હશે નહીં, જેની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More