Home> Sports
Advertisement
Prev
Next

SLvsENG: ઈંગ્લેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, એક ફાસ્ટ બોલર પણ આઇસોલેશનમાં

શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

SLvsENG: ઈંગ્લેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, એક ફાસ્ટ બોલર પણ આઇસોલેશનમાં

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ માટે સોમવારે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલી (Moeen Ali Covid-19 Positive) કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેને 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. સાથે તેના સંપર્કમાં આવેલ ક્રિસ વોક્સને પણ સેલ્ફ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઈંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચોની સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી છે. 

જાણવા મળી રહ્યું છે કે ક્રિસ વોક્સ (Chris Woake) મોઇન અલીની સૌથી વધુ નજીક આવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બે દિવસ પહેલા શ્રીલંકા પહોંચી છે. અહીં બંન્ને વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝ 14 જાન્યુઆરીથી શરૂ થશે.  

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (Workd Test Championship) હેઠળ આ સિરીઝ પાછલા વર્ષે માર્ચમાં રમાવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફરી હતી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More