Home> Sports
Advertisement
Prev
Next

લૉકડાઉનમાં આ 5 ક્રિકેટરો સોશિયલ મીડિયા પર વિવાદોમાં ફસાયા


2011 વર્લ્ડ કપ વિનિંગ ટીમના સભ્ય રહેલા ઓપનર અને હાલ લોકસભા સાંસદ ગૌતમ ગંભીર, પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, એમએસ ધોની અને અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહ વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં.

લૉકડાઉનમાં આ 5 ક્રિકેટરો સોશિયલ મીડિયા પર વિવાદોમાં ફસાયા

નવી દિલ્હીઃ ઘાતક કોરોના વાયરસને કારણે એક તરફ ભારતમાં લૉકડાઉન જાહેર છે અને તેવામાં રમત જગતની દિગ્ગજ હસ્તિઓ બધાને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. આ વચ્ચે કેટલાક એવા ક્રિકેટરો છે જે લૉકડાઉનમાં કોઈ કારણોથી વિવાદોમાં ફસાયા અને ચર્ચામાં છે. 

તેમાં પૂર્વ ભારતીય ઓપનર અને હાલ લોકસભા સાંસદ ગૌતમ ગંભીર, પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, 2 વખતનો વિશ્વ વિજેતા કેપ્ટન એમએસ ધોની, અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહ સામેલ છે. 

ગંભીરે 2011 વિશ્વ કપ સાથે જોડાયેલા એક ટ્વીટને રિટ્વીટ કરતા તેના પર જવાબ આપ્યો છે. ત્યારબાદ કેટલાક તેના સમર્થનમાં આવ્યો તો કોઈએ વિરોધ કર્યો. વર્ષ 2011માં ધોની દ્વારા ફટકારવામાં આવેલા વિજયી છગ્ગા માટે ઝનૂનને લઈને ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગંભીરે સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું છે. 

ઈસ્ટ દિલ્હીથી લોકસભા સાસંદ ગૌતમ ગંભીરે કહ્યું કે ટૂર્નામેન્ટ સંપૂર્ણ ટીમ અને સપોર્ટ સ્ટાફના સહયોગથી જીતી હતી. 

વિશ્વ કપ 2011ની જીતને નવ વર્ષ પૂરા થવા પર ક્રિકેટ વેબસાઇટે ધોનીની તે તસવીરને પોસ્ટ કરી હતી. તે વેબસાઇટે તેને કેપ્શન આપ્યું હતું- તે શોટ જેણે કરોડો લોકોને ખુશીથી નાચવા માટે મજબૂર કરી દીધા. ગંભીરને આ વાત પસંદ પડી નથી. પછી ગંભીરે જે ટ્વીટ કર્યું તેના પર ફેન્સ તેના સપોર્ટમાં જોવા મળ્યા તો કોઈએ વિરોધ કર્યો હતો. 

પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુ વરાજ સિંહ પણ આ સમયે ટ્રોલર્સના નિશાન પર આવી ગયો જ્યારે તેણે કોરોના વાયરસ સામે જંગ માટે શાહિદ આફ્રિદી અને તેના ફાઉન્ડેશનને સપોર્ટ કરવાની અપીલ કરી હતી. આ સિવાય હરભજન સિંહે પણ સમર્થન આપ્યું અને સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝરોએ બંન્ને વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. કેટલાક લોકોએ તો શરમજનક ગણાવ્યું હતું. 

બાદમાં હરભજન સિંહે એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી તો યુવરાજે પણ એક મેસેજ શેર કર્યો હતો. 

પૂર્વ કેપ્ટન એમએસ ધોની તો કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં પોતાના ડોનેશનને લઈને ચર્ચામાં રહ્યો હતો. બાદમાં તેની પત્ની સાક્ષીએ તેને જૂઠ ગણાવ્યું હતું. 

આ વચ્ચે ઓસ્ટ્રેલિયાનો વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરને એક કંપનીએ પરેશાન કરી દીધો હતો. કોરોના વાયરસને કારણે ઘણા દેશોમાં ડિલીવરી કંપની સામાન ડિલીવર કરી શકતી નથી. 

તેવામાં વોર્નર પરેશાન થયો અને તેણે સોશિયલ મીડિયા પર કંપનીને ટેગ કરીને પૂછ્યું, કંપની બંધ તો નથી થઈ ગઈને. 

આ વચ્ચે તેની પોસ્ટ પર એક યૂજરે ટ્વીટર પર કંપનીની વેબસાઇટનો ફોટો શેર કર્યો જેમાં લખ્યું હતું કે, કોરોના મહામારીને કારણે હાલની સ્થિતિને લીધે ડિલીવરી થઈ રહી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More