Home> Sports
Advertisement
Prev
Next

શું ખરેખર Sara Tendulkar સાથે રિલેશનશિપમાં છે શુભમન ગિલ? યુવા ખેલાડીએ કર્યો ખુલાસો

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પોતાની બેટિંગની સાથે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલાસો કર્યો છે. 

શું ખરેખર Sara Tendulkar સાથે રિલેશનશિપમાં છે શુભમન ગિલ? યુવા ખેલાડીએ કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) પોતાના લુક્સને કારણે પણ ફેસમ છે. ગિલના રિલેશનશિપ સ્ટેટસને લઈને હંમેશા લોકોની વચ્ચે ખુબ ચર્ચા રહે છે. પરંતુ ગિલે ખુબના રિલેશનશિપ વિશે મહત્વની માહિતી આપી છે. 

ગિલે જણાવ્યુ રિલેશનશિપ સ્ટેટસ
શુભમન ગિલ (Shubman Gill) એ હવે પોતાના રિલેશનશિપની વાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હકીકતમાં ગિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ-જવાબ સેશન કર્યુ હતું. આ વચ્ચે એક ફેને ગિલને પૂછ્યુ કે શું તે સિંગલ છે? તેના પર ગિલે કહ્યુ કે, હા તે સિંગલ છે અને આવનારા સમયમાં પણ તેની કોઈ યોજના નથી. આ જવાબની સાથે તેણે પોતાના રિલેશનશિપની અફવાઓ પર બ્રેક લગાવી દીધી છે. 

fallbacks

સારા તેંડુલકરની સાથે જોડાયું હતું નામ
ગિલનું નામ હંમેશા મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) ની સાથે જોડવામાં આવે છે. આ બન્નેના રિલેશનશિપના સમાચારો ત્યારે સામે આવ્યા જ્યારે સારા અને શુભમન એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. લોકો હંમેશા આ બંનેના સંબંધોના સમાચારની મજા લેતા હોય છે. પરંતુ હવે ગિલે સ્પષ્ટતા કરી છે. 

આ પણ વાંચોઃ તૂટી ગયું  Saina Nehwal નું બીજો ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું, કોરોનાને કારણે લાગ્યો ઝટકો  

WTC ની તૈયારીમાં છે વ્યક્ત
શુભમન ગિલ આ સમયે આગામી મહિને રમાનાર World Test Championship ની ફાઇનલની તૈયારીમાં વ્યસ્ત છે. ગિલ ટીમની સાથે મુંબઈની હોટલમાં ક્વોરેન્ટાઈન છે. તે હાલ જીમમાં પરસેવો પાડી રહ્યો છે. ટીમ ઈન્ડિયા બે જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. 

સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More