Home> Sports
Advertisement
Prev
Next

પાકના પૂર્વ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીને આપ્યો 120 સદી ફટકારવાનો ટાર્ગેટ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી વનડે  શ્રેણીમાં વિરાટ કોહલીએ પ્રથમ ત્રણ મેચમાં સતત ત્રણ સદી ફટકારી છે. 
 

 પાકના પૂર્વ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીને આપ્યો 120 સદી ફટકારવાનો ટાર્ગેટ

નવી દિલ્હીઃ વિરાટ કોહલી આ દિવસોમાં તેના સુપર ફોર્મમાં છે અને રમતના કોઈપણ ફોર્મેટમાં વિરાટ રનોનો નવો-નવો રેકોર્ડ પોતાના નામે કરવાનું જાણે છે. શનિવારે જ્યારે પુણેના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારી, તો આ સતત ત્રીજી વનડે સદી હતી. આ પહેલા વિરાટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીના પ્રથમ બે મેચો (ગુવાહાટી અને વિશાખાપટ્ટનમ)માં પણ સદી ફટકારી હતી. સતત ત્રણ સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન છે. 

વિરાટની આ સિદ્ધિ પર પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ ફિદા છે. શોએબે વિરાટની પ્રશંસા કરતા માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વીટ કર્યું અને તેને એક નવી ચેલેન્જ આપી દીધી છે. 

અખ્તરે ટ્વીટ કહ્યું, ગુવાહાટી, વિશાખાપટ્ટમન અને પુણે. સતત ત્રણ સદી ફટકારનાર વિરાટ કોહલી અલગ પ્રકારનો વ્યક્તિ છે, આવું કરનારો તે એકમાત્ર ભારતીય છે... તે શું શાનદાર રન મશીન છે. હું તમારા (વિરાટ) માટે એક નવો ટાર્ગેટ સેટ કરૂ છું. આમ જ રમતો રહે અને તમે 120 સદી કરતા આગળ નીકળો. 

નોંધનીય છે કે કોહલીએ અત્યાર સુધી 62 (24 ટેસ્ટ અને 38 વનડે) આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. પુણે વનડેમાં 107 રનની ઈનિંગ રમ્યો પરંતુ ભારતીય ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યો હતો. 284 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ સિવા કોઈપણ ભારતીય બેટ્સમેન 40નો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More