Home> Sports
Advertisement
Prev
Next

સલમાન બટનો દાવો, અફરીદીએ પાકિસ્તાન ટીમમાં વાપસીનો માર્ગ રોક્યો

પાકિસ્તાનના પૂર્વ પ્રતિબંધિત કેપ્ટન સલમાન બટે દાવો કર્યો કે, 2010 સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં પાંચ વર્ષના પ્રતિબંધની સજા પૂરી કર્યા છતાં શાહિદ અફરીદીએ 2016 વિશ્વ ટી20 માટે રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસીનો માર્ગ રોક્યો હતો. 
 

સલમાન બટનો દાવો, અફરીદીએ પાકિસ્તાન ટીમમાં વાપસીનો માર્ગ રોક્યો

કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટે દાવો કર્યો કે, 2010 સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં પાંચ વર્ષના પ્રતિબંધની સજા પૂર્ણ કરી છતાં શાહિદ અફરીદીએ 2016 વિશ્વ ટી20 માટે રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસીનો માર્ગ રોક્યો હતો. બટે કહ્યું કે, 2015મા પ્રતિબંધ પૂરો કર્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડાઈને તે ભારતમાં યોજાયેલી વિશ્વ ટી20 ચેમ્પિયનશિપમાં ટીમમાં જગ્યા બનાવવાની નજીક હતો, પરંતુ અફરીદીએ તેની પસંદગીનો વિરોધ કર્યો હતો. 

બટે મંગળવારે રાત્રે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મુખ્ય કોચ વકાર યૂનિસ અને બેટિંગ કોચ ગ્રાન્ડ ફ્લાવરે મને એનસીએ બોલાવ્યો અને મારી ફિટનેસ જોવા માટે મને નેટમાં લઈ ગયા. તેણે કહ્યું, વકાર ભાઈએ મને પૂછ્યું કે, શું બું પાકિસ્તાન માટે બીજીવાર રમવાને લઈને માનસિક રીતે તૈયાર છું અને મેં કહ્યું હા. 

CAની 'ટેસ્ટ ટીમ ઓફ ધ યર'માં કોહલી-બુમરાહ, વનડેમાં રોહિત સહિત 4 ભારતીય
 

34 વર્ષના બટે કહ્યું કે, પાકિસ્તાન ટીમમાં તેની વાપસીનો માર્ગ મોકળો બની રહ્યો હતો, પરંતુ તત્કાલીન કેપ્ટન અફરીદીએ તેની વાપસીનો માર્ગ બંધ કરી દીધો હતો. બટે કહ્યું, મને નથી ખ્યાલ કે તેણે આમ કેમ કર્યું, પરંતુ મેં આ વિશે તેની સાથે વાત કરી નથી. મને ન લાગ્યું કે, આ યોગ્ય હશે, પરંતુ મને તે ખ્યાલ છે કે વકાર અને ફ્લાવરે મને કહ્યું કે, બું વિશ્વ કપ રમી રહ્યો છું અને ત્યારબાદ અફરીદીએ રસ્તો રોકી દીધો. 

ટેનિસ સ્ટાર સેરેનાનો કામ કરતી મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ

વિશ્વ ટી20મા પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું, ત્યારબાદ અફરીદી અને વકારે રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેન બટે કહ્યું, તેને નથી લાગતું કે કોઈપણ ખેલાડીનેને પ્રતિબંધમાંથી પરત ફરી રહેલા કોઈ અન્ય ખેલાડીના ભવિષ્ય વિશે નિર્ણય કરવાની સ્વીકૃતી મળવી જોઈએ. 

બટ અને ટીમના તેના સાથિઓ મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર ઓગસ્ટ 2010મા ઈંગ્લેન્ડના પ્રવાસ પર સ્પોટ ફિક્સિંગના આરોપમાં પકડાયા હતા. ત્યારે લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટમાં હાર બાદ અફરીદી હટ્યા બાદ બટને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 

AUS vs IND: શું સિડનીમાં ઈતિહાસ રચશે ભારત, 40 વર્ષથી છે જીતનો ઇંતજાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More