Home> Sports
Advertisement
Prev
Next

સચિન તેંડુલકરે કહ્યુ, વનડેમા નિયમ અને પિચો પર વિચાર કરવાની જરૂર


આ સમયે વનડેમાં એક ઈનિંગ બે નવા બોલથી રમાઇ છે. દરેક છેડાથી એક અલગ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનિંગને ત્રણ પાવરપ્લેમાં વેચવામાં આવે છે. 

સચિન તેંડુલકરે કહ્યુ, વનડેમા નિયમ અને પિચો પર વિચાર કરવાની જરૂર

નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ સચિન તેંડુલકરે એકવાર ફરી વનડેમાં બાલના નિયમોમાં ફેરફાર કરવા પર ભાર મુક્યો છે. ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને ટેગ કરતા નિયમોને લઈને ટ્વીટ કર્યુ તો સચિને તેનુ સમર્થન કર્યુ છે. ઘણા ખેલાડીઓનુ માનવુ છે કે વનડેમાં હાલના નિયમો બેટ્સમેનોના પક્ષમા વધુ છે. 

આ સમયે વનડેમાં એક ઈનિંગ બે નવા બોલથી રમાઇ છે. દરેક છેડાથી એક અલગ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનિંગને ત્રણ પાવરપ્લેમાં વેચવામાં આવે છે. 

આઈસીસીએ મંગળવારે ફેન્સને ભારતની મહાન ઓપનિંગ જોડી સચિન અને સૌરવ ગાંગુલીના આંકડા વિશે યાદ અપાવ્યુ હતુ. આ બંન્નેએ વનડેમાં 176 ભાગીદારી કરી છે. આ દરમિયાન 47.55ની એવરેજથી બંન્નેએ કુલ 8227 રન બનાવ્યા છે. આઈસીસીએ આ બંન્નેના આંકડા પોતાના ટ્વીટર પર પોસ્ટ કર્યા અને લખ્યુ, વનડેમાં અન્ય કોઈ જોડીએ 6000નો આંકડો પાર કર્યો નથી. 

સચિને આ ટ્વીટ પર લખ્યુ કે જો હાલના નિયમોની સાથે રમી રહ્યા હોત તો તેનાથી પણ વધારે રન બનાવત. સચિને ટ્વીટ કર્યુ, તેનાથી જૂની યાદો તાજી થઈ ગઈ છે, દાદી. તમને શું લાગે છે કે જો આપણે સર્કલની બહાર ચાર ખેલાડીઓ અને બે નવા બોલની સાથે રમતા હોત તો વધુ કેટલા રન બનાવત. સચિન પૂર્વ કેપ્ટન ગાંગુલીને દાદી કહીને બોલાવે છે. 

ગાંગુલીએ તેના પર લખ્યુ, '4 હજાર વધુ રન... બે નવા બોલ... એવુ લાગે છે કે જેમ પ્રથમ ઓવરમા કવર ડ્રાઇવ લગાવી હોય.'

ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ તેમા સામેલ થયો અને તેણે લખ્યુ, 'આરામથી વધુ કેટલાક હજાર રન.... કેટલા ખરાબ નિયમ છે... બેટ અને બોલનુ સંતુલન બનાવી રાખવા માટે આઈસીસીમાં બોલરોની જરૂર છે. જ્યારે ટીમ 260/270 બનાવે છે તો મેચ વધુ કટોકટીની થઈ જાય છે અને આજના સમયમાં દરેક 320/330નો સ્કોર બનાવી રહ્યા છે અને આટલો લક્ષ્ય હાસિલ પણ કરી રહ્યા છે.'

હરભજનના ટ્વીટ પર સચિને બુધવારે જવાબ આપ્યો અને લખ્યુ, 'તમારી સાથે સહમત છુ ભજ્જી. મને પણ લાગે છે કે નિયમ અને પિચો પર ધ્યાન આપવુ જોઈએ.' સચિન લાંબા સમયથી વનડેમા બે નવા બોલના આલોચક રહ્યા છે. તેમનુ માનવુ છે કે બોલને રિવર્સ સ્વિંગ નહીં મળે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More