Home> Sports
Advertisement
Prev
Next

Sachin Tendulkar: તો આ કારણે ઈંગ્લેન્ડ સામે હારી ભારતીય ટીમ, સચિન તેંડુલકરે બે દિવસ બાદ જણાવ્યું કારણ

Team India: ઈંગ્લેન્ડ સામે ટી20 વિશ્વકપ સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ હારના બે દિવસ બાદ સચિન તેંડુલકરે પોતાનું રિએક્શન આપ્યું છે. 

Sachin Tendulkar: તો આ કારણે ઈંગ્લેન્ડ સામે હારી ભારતીય ટીમ, સચિન તેંડુલકરે બે દિવસ બાદ જણાવ્યું કારણ

મુંબઈઃ Sachin Tendulkar On Indian Team: ભારતીય ટીમે ટી20 વિશ્વકપના સેમીફાઇનલ મુકાબલામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાની આલોચના થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ થયેલા પરાજય બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે મોટી વાત કહી છે. 

સચિન તેંડુલકરે આપ્યું નિવેદન
ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરે કહ્યુ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઇનલમાં મળેલી હાર ખુબ નિરાશાજનક રહી છે. 168 રનનો ટાર્ગેટ એડિલેડ માટે ઓછો હતો, કારણ કે મેદાનનો શેપ તે પ્રકારનો છે. સાઇડ બાઉન્ડ્રી નાની છે. 190 જેટલા રન કર્યાં હોત તો સારૂ રહત. અમે બોર્ડ પર વધુ રન બનાવ્યા નહીં. આપણે વિકેટ લેવામાં સફળ થયા નહીં. ઈંગ્લેન્ડ ટફ ટીમ છે. 10 વિકેટથી હારવું કારમો પરાજય છે. 

સચિન તેંડુલકરે આગળ કહ્યું- માત્ર એક મેચના આધાર પર તમે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની સમીક્ષા કરી શકો નહીં. આપણે ટી20 ક્રિકેટમાં નંબર વન ટીમ છીએ. તે રાતોરાત થતું નથી. અહીં પહોંચવા માટે લાંબા સમય સુધી સારૂ પ્રદર્શન કરવું પડે છે. ખેલાડી પણ બહાર જઈને ફેલ થવા ઈચ્છતા નથી. રમતમાં ઉતાર-ચઢાવ તો આવતા રહે છે. આપણે એક સાથે રહેવું પડશે. 

ટીમ ઈન્ડિયાનો થયો હતો કારમો પરાજય
ભારતીય ટીમ ટી20 વિશ્વકપ 2022નું ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર મનાતી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવી મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ આફ્રિકા સામે ભારતે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પછી બાંગ્લાદેશ સામે ભારતે મુશ્કેલથી પાંચ રને વિજય મેળવ્યો હતો. સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતો. 

આ પણ વાંચોઃ T20 WC 2022: બીજીવાર ટી20 વિશ્વકપ જીતવા ઉતરશે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ, જાણો કોણ મજબૂત

સેમીફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર 16 ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારતના બોલરેને એકપણ વિકેટ મળી નહીં. તો બેટિંગમાં રોહિત શર્મા, રાહુલ ફેલ રહેતા ભારતનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More