Home> Sports
Advertisement
Prev
Next

Shane Warne Death Anniversary: પ્રથમ પુણ્યતિથિ પર શેન વોર્નને યાદ કરી ભાવુક થયા સચિન તેંડુલકર, કહી આ વાત

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ શેન વોર્નને તેમની પ્રથમ પુણ્યતિથિ પર યાદ કર્યાં છે. 

Shane Warne Death Anniversary: પ્રથમ પુણ્યતિથિ પર શેન વોર્નને યાદ કરી ભાવુક થયા સચિન તેંડુલકર, કહી આ વાત

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ દિવસોમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. હંમેશાની જેમ બંને ટીમો વચ્ચે સિરીઝ દરમિયાન કટ્ટર સ્પર્ધા જોવા મળે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સ્પર્ધાની શાનદાર કહાની સચિન તેંડુલકર અને શેન વોર્ને લખી હતી. મેદાન પર બંને એકબીજાને માત આપવા માટે પુરજોર પ્રયાસ કરતા હતા અને મેદાનની બહાર બંને સારા મિત્રો હતા. 

હાર્ટ એટેકને કારણે થયું હતું નિધન
4 માર્ચ 2022ની સાંજે થાઈલેન્ડમાં રજા મનાવવા ગયેલ શેન વોર્નનું હાર્ટ એટેકને લીધે થયેલા નિધનના સમાચારે દુનિયાભરના ક્રિકેટ જગતને શોકમાં ડૂબાડી દીધા હતા. શનિવારે શેન વોર્નના નિધનના એક વર્ષ પૂરા થઈ ગયા છે. તેવામાં તેની પ્રથમ પુણ્યતિથિ પર સચિન તેંડુલકરે ટ્વીટ કરી પોતાના દિવંગત મિત્રને યાદ કર્યો અને તેને શ્રદ્ધાંજલિ આપી છે. 

સ્વર્ગને બનાવી દીધુ હશે વધુ આકર્ષક
સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું- અમારી વચ્ચે મેદાન પર ઘણી યાદગાર મેચ રમાઈ છે અને આ દરમિયાન ઘણી યાદગાર ક્ષણ શેર કરી છે. હું તમને માત્ર એક મહાન ક્રિકેટના રૂપમાં નહીં પરંતુ એક સારા મિત્રના રૂપમાં પણ યાદ કરૂ છું. વોર્ની! મને વિશ્વાસ છે કે તમે સ્વર્ગને પોતાના સેન્સ ઓફ હ્યૂમર અને કરિશ્માની મદદથી પહેલાં કરતા વધુ આકર્ષક જગ્યા બનાવી દીધી હશે. 

તમારા વગર ક્રિકેટની દુનિયા પહેલાં જેવી નથી રહી
તો બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ વોર્નને તેની પ્રથમ પુણ્યતિથિ પર યાદ કરતા એક ટ્વીટ કર્યુ, તમારા વગર ક્રિકેટની દુનિયા તેવી નથી રહી જેવી હતી. શું શાનદાર ખેલાડી હતા. આવા ખેલાડી એકવાર પેદા થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More