Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020 Eliminator: RCBvsSRH: બેંગ્લોર ટૂર્નામેન્ટથી બહાર, હૈદરાબાદની 6 વિકેટથી જીત

આઇપીએલ સીઝન 13ની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોય ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે હૈદરાબાદની ટીમ આ સીઝનના ક્વોલિફાયર 2માં પહોંચી ગઇ છે, જ્યાં ટીમને ફાઇનલમાં પહોંચવા માટે દિલ્હી કેપિટલ્સનો સામનો કરવો પડશે

IPL 2020 Eliminator: RCBvsSRH: બેંગ્લોર ટૂર્નામેન્ટથી બહાર, હૈદરાબાદની 6 વિકેટથી જીત

અબુ ધાબી: આઇપીએલ સીઝન 13ની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોય ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે હૈદરાબાદની ટીમ આ સીઝનના ક્વોલિફાયર 2માં પહોંચી ગઇ છે, જ્યાં ટીમને ફાઇનલમાં પહોંચવા માટે દિલ્હી કેપિટલ્સનો સામનો કરવો પડશે.

તો આ હાર સાથે આરસીબીની આ વર્ષની આઇપીએલની સફર પૂરી થઇ ગઇ છે. આ પહેલા બેંગ્લોર તરફથી મળેલા 132 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 19.4 ઓવરમાં 132 રનનો સ્કોર બનાવી જીત મેળવી છે. હૈદરાબાદ તરફથી કેન વિલિયમસને નાબાદ 50 રન બનાવી મેચમાં જીતની ઇનિંગ્સ રમી. ત્યારે બોલરમાં હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી પાડી હતી.

ક્વોલીફાયર 2માં પહોંચી હૈદરાબાદ
આરસીબીને પછાડી સનરાઈઝર્સ હૈદરાબાદે ક્વોલીફાયર 2ની ટિકિટ મેળવી લીધી છે. એવામાં હવે હૈદરાબાદની ટીમને 8 નંબરની દિલ્હી કેપિટલ્સની સામે આ ક્વોલીફાયર મેચ રમવાની છે.

વિલિયમસને મારી શાનદાર ફિફ્ટી
હૈદરાબાદની ઇનિંગ સંભાળતા કેન વિલિયમસને આ મેચમાં તેના આઇપીએલની કરિયરની 14મી ફિફ્ટી પુરી કરી.

 

ગર્ગ થયો ફેલ
હૈદરાબાદનો અભિષેક ગર્ગ આ મેચમાં 7 રનમાં યુઝવેન્દ્ર ચહલનો પ્રથમ શિકાર બન્યો.

પાંડે બન્યો ઝામ્પાનો શિકાર
સારી લયમાં જોવા મળતો મનીષ પાંડે 24 રન બનાવી સ્પિનર બોલર એડમ ઝામ્પાના બોલ પર કેચ આઉટ થયો હતો.

વોર્નરે સસ્તામાં થયો આઉટ
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર આ મેચમાં 17 રન બનાવીને મોહમ્મદ સિરાજનો બીજો શિકાર બન્યો હતો.

સનરાઇઝર્સને પહેલો ફટકો પડ્યો
ઇનિંગની શરૂઆતમાં, હૈદરાબાદના શ્રીવાત્સ ગોસ્વામી ખાતું ખોલાવ્યા વિના મોહમ્મદ સિરાજના બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદની ઇનિંગ શરૂ થઈ
બેંગ્લોર પાસેથી મળેલા 132 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. મેદાન પર હાજર ટીમ ઓપનર.

બેંગ્લોરે બનાવ્યો સન્માનજનક સ્કોર
આ એલિમિનેટર મેચમાં, હૈદરાબાદ સામે આરસીબીની ઇનિંગ્સ પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી. બેંગ્લોરે 20 ઓવરમાં 131-7 રનનો આદરણીય સ્કોર બનાવ્યો હતો.

આરસીબીને મોટો આંચકો
આ મેચમાં આરસીબીના એબી ડી વિલિયર્સે 56 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. એબીની આ ઇનિંગ ટી નટરાજન દ્વારા સમાપ્ત થઈ.

સુંદર પણ આઉટ થયો
વોશિંગ્ટન સુંદર આ મેચમાં વધારે ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં અને 6 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો.

ડી વિલિયર્સની અડધી સદી પૂરી
બેંગ્લોર માટે મુશ્કેલી સર્જક બનનાર એબી ડી વિલિયર્સે હૈદરાબાદ સામે 39 બોલમાં પોતાની આઇપીએલ કારકિર્દીની 38મી અને આ સિઝનની 5મી અડધી સદી પૂરી કરી.

સસ્તામાં આઉટ થયો શિવમ દુબે
આ મેચમાં આરસીબીના ઓલ રાઉન્ડર શિવમ દુબે 8 રન બનાવીને હોલ્ડરનો ત્રીજો શિકાર બન્યો હતો.

ફ્રી હિટ પર રન આઉટ થયો અલી
બેંગ્લોરનો મોઇન અલી ફ્રી હીટ પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

સેટ થઈને ફિંચ આઉટ
32 રન બનાવીને બેઠેલા એરોન ફિંચ મોટા શોટ રમવાના પગલે શાહબાઝ નદીમના બોલ પર કેચ આઉટ થયો હતો.

બેટ ન ચાલ્યું પડિકલ
આરસીબીનો મેન-ઇન-ફોર્મ બેટ્સમેન દેવદત્ત પડિકલ આ ​​મહત્વપૂર્ણ મેચમાં માત્ર 1 રન બનાવીને હોલ્ડરનો બીજો શિકાર બન્યો હતો.

ફ્લોપ રહ્યો કોહલી
આ મેચમાં આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી ઓપનર તરીકે મેદાનમાં આવ્યો હતો અને 6 રન બનાવી જેસન હોલ્ડરના બોલ પર આઉટ થયો હતો.

બેંગ્લોરની ઇનિંગ શરૂ થઈ
ટોસ હાર્યા બાદ બેંગ્લોરની ઇનિંગ શરૂ થઈ છે. મેદાન પર હાજર ટીમ ઓપનર.

બંને ટીમો નીચે મુજબ છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore Team): વિરાટ કોહલી (કેપ્ટન), એરોન ફિંચ, દેવદત્ત પેડિકલ, એબી ડી વિલિયર્સ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, એડમ ઝમ્પા, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને મોઇન અલી.

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad Team): ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવાસ્ત ગોસ્વામી, મનીષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમાદ, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, જેસન હોલ્ડર, ટી નટરાજન, શાહબાઝ નદીમ અને સંદીપ શર્મા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More