Home> Sports
Advertisement
Prev
Next

રોહિત શર્માએ બનાવ્યો એક ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

વન ડે અને ટી20 ફોર્મેટમાં ભારતના કાયમી ઓપનિંગ બેટ્સમેન રોહિતે આ મેચમાં 13 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો છે. અકરમે 1996માં ઝિમ્બાબ્વે સામે નોટ આઉટ 257 રન બનાવ્યા હતા. અકરમે આ ઈનિંગ્સમાં 12 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત શર્માએ બનાવ્યો એક ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

વિશાખાપટ્ટનમઃ ભારતીય ઓપનર રોહિત શર્માએ શનિવારે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે અહીં એસીએ-વીસીએ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે બનાવેલી સદીમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ક્રિકેટમાં 'હિટમેન'ના ઉપનામથી જાણાતા રોહિતે આ મેચમાં કુલ 13 છગ્ગા ફટકાર્યા છે. 

રોહિત શર્માએ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 6 છગ્ગા માર્યા હતા. ત્યાર પછી બીજી ઈનિંગ્સમાં ઝડપી રમત રમતાં 7 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે બંને ઈનિંગ્સમાં કુલ મળીને રોહિતે 13 છગ્ગા માર્યા છે. રોહિતે પ્રથમ ઈનિંગ્સમાં 176 અને બીજી ઈનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા. 

હિટમેન રોહિત શર્માની વધુ એક કમાલ, એક મેચમાં બે સદી ફટકારનારો છઠ્ઠો ભારતીય બન્યો

વસીમ અક્રમનો રેકોર્ડ તોડ્યો
વન ડે અને ટી20 ફોર્મેટમાં ભારતના કાયમી ઓપનિંગ બેટ્સમેન રોહિતે આ મેચમાં 13 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો છે. અકરમે 1996માં ઝિમ્બાબ્વે સામે નોટ આઉટ 257 રન બનાવ્યા હતા. અકરમે આ ઈનિંગ્સમાં 12 છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાને આ મેચમાં બીજી ઈનિંગ્સ રમી ન હતી અને મેચ ડ્રો થઈ હતી. 

સૌથી ઓછી મેચોમાં 200 ટેસ્ટ વિકેટ ઝડપનાર ડાબા હાથનો બોલર બન્યો જાડેજા

ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્માથી પહેલા એક મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુના નામે હતો. તેમણે 25 વર્ષ પહેલા 1994માં શ્રીલંકા સામે લખનઉ ટેસ્ટમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. સિદ્ધુએ આ મેચમાં 124 રન બનાવ્યા હતા. 

ક્રિકેટઃ ટી20 પછી આવી રહ્યું છે 100 બોલ ફોર્મેટ, બદલાઈ જશે સંપૂર્ણ ખેલ, જાણો 10 નિયમ

રોહિત શર્માએ આ મેચ સાથે ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરવાની શરૂઆત કરી છે. આ અગાઉ તે મિડલ ઓર્ડરમાં આવતો હતો. પોતાની પ્રથમ તકમાં જ રોહિતે બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવનારો છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો છે. 

'હિટમેન' રોહિતે હાંસલ કર્યું નવું સિમાચિન્હ, હવે કરી બ્રેડમેનના રેકોર્ડની બરાબરી

જુઓ LIVE TV.... 

ક્રિકેટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More