Home> Sports
Advertisement
Prev
Next

AUS OPEN: ફેડરર 15મી વખત સેમિફાઇનલમાં, સૈન્ડગ્રેનને 5 સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો

રેન્કિંગમાં 100મું સ્થાન ધરાવતા સૈન્ડગ્રેન વિરુદ્ધ મેચ જીતવા માટે વર્લ્ડ નંબર-3 ફેડરરે પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 
 

AUS OPEN: ફેડરર 15મી વખત સેમિફાઇનલમાં, સૈન્ડગ્રેનને 5 સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો

મેલબોર્નઃ 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર મંગળવારે ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે અમેરિકાના ટેનિસ ખેલાડી સૈન્ડગ્રેનને 5 સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-3, 2-6, 2-6, 7-6(8), 6-3થી પરાજય આપ્યો હતો. ફેડરર આ ટૂર્નામેન્ટમાં 15મી વખત સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. છેલ્લે 2018માં અંતિમ-4માં પહોંચ્યો હતો. 100મી રેન્કના સૈન્ડગ્રેને મેચમાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ નંબર-3 ફેડરરને 3 કલાક અને 31 મિનિટ સુધી રમવા પર મજબૂર કર્યો હતો. 

ફેડરરે કહ્યું- 7 વખત મેચ પોઈન્ટની બરોબરી કરવી સરળ નથી
ફેડરરે મેચ જીત્યા બાદ કહ્યું, 'ક્યારેક-ક્યારેક તમારે મેચ જીતવા માટે લકી થવું પડે છે. 7 વખત મેચ પોઈન્ટની બરોબરી કરવી સરળ નથી. જ્યારે મેચ પોતાના મિડમાં પહોંચી મને ઘણું સારૂ લાગવા લાગ્યું. મેં આજે સર્વિસ સારી કરી, ખાસ કરીને મેચના અંતમાં. હું અત્યારે અહીં ઉભો છું તે સૌથી ખુશીની વાત છે.'

હું જાદૂમાં વિશ્વાસ કરુ છું- ફેડરર
ફેડરર જ્યારે ત્રીજા સેટમાં 0-3થી પાછળ હતો, ત્યારે મેડિકલ ટીમની મદદ લીધી હતી. તેણે તેના પર કહ્યું, 'મને ગ્રોઇનનો અનુભવ થયો હતો. હું ડિફેન્સમાં અસફળ થઈ રહ્યો હતો. તેથી મેં વધારાની સારવાર લીધી. હું જાદૂમાં વિશ્વાસ કરુ છું. બની શકે છે કે હું આ મેચ ન જીતત અને બે દિવસ બાદ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્કી કરી રહ્યો હોત. પરંતુ તેમ ન થયું અને મેં જીત મેળવી.'

જોકોવિચ શાનદાર ખેલાડી છે, હું સારી રમત રમીને જીતવા ઈચ્છુ છું
સેમિફાઇલમાં જોકોવિચ સામે સંભવિત મુકાબલા પર તેણે કહ્યું, 'જોકોવિચે મને 2016માં વિમ્બલ્ડનમાં હરાવ્યો. હું આગળ વધુ સારી રમત રમીને જીત મેળવવા ઈચ્છ છું. તે શાનદાર ખેલાડી છે. જોકોવિચને ઓસ્ટ્રેલિયામાં રમવું પસંદ છે. તેથી મારે આજ કરતા વધુ સારૂ રમવું પડશે, બાકી ખરેખર આગામી દિવસે હું સ્વિટ્ઝરલેન્ડમાં સ્કીઇંગ કરતો જોવા મળીશ.'

INDvsNZ: વિરાટ કોહલી અને પંતે જીમમાં કર્યે ગજબ સ્ટંટ, VIDEO જોઇ ફેન થયા આફરીન

સૈન્ડગ્રેન બીજીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટરમાં હાર્યો
સૈન્ડગ્રેને બીજીવાર સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે 2018માં દક્ષિણ કોરિયાના ચૂંગ હ્યૂન વિરુદ્ધ હારી ગયો હતો. સૈન્ડગ્રેન અત્યાર સુધી એકપણ વખત ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચ્યો નથી. તે ફ્રેન્ચ ઓપનમાં ત્રણ વખત પ્રથમ રાઉન્ડમાં હાર્યો છે. વિમ્બલ્ડનમાં એક વખત ચોથા અને યૂએસ ઓપનમાં એકવાર ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More