Home> Sports
Advertisement
Prev
Next

Red Card: હવે ક્રિકેટમાં પણ હશે રેડ કાર્ડ, આ ભૂલ કરનારી ટીમ પર થશે કાર્યવાહી

Red Card Rule in Cricket: પ્રથમવાર ક્રિકેટમાં Caribbean Premier League દ્વારા રેડ કાર્ડ લાવવામાં આવ્યું છે. આ રેડ કાર્ડ કઈ રીતે કામ કરે છે અને તેને લાગૂ થયા બાદ ટીમ પર શું પેનલ્ટી લાગશે? આવો સંપૂર્ણ વિગત જાણીએ..
 

Red Card: હવે ક્રિકેટમાં પણ હશે રેડ કાર્ડ, આ ભૂલ કરનારી ટીમ પર થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ Red Card Rule In Caribbean Premier League: ક્રિકેટમાં દર વર્ષે કેટલાક નવા નિયમો બનાવવામાં આવે છે. ICC દર વર્ષે ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરે છે. પરંતુ હવે કેરેબિયન પ્રીમિયર લીગમાં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની રહ્યો છે. ફૂટબોલ, હોકીના ખેલાડીઓને રેડ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ હવે આ નિયમનો ઉપયોગ ક્રિકેટમાં પણ થશે. સૌથી પહેલા આ નિયમનો ઉપયોગ CPLમાં થશે. 11 જુલાઈના રોજ, લીગ અધિકારીઓએ નિયમોની જાહેરાત કરી. આ નિયમ હેઠળ, તેનો ઉપયોગ સ્લો ઓવર રેટ પર થશે.

આ નિયમ અનુસાર, જો ફિલ્ડિંગ ટીમ સમય અનુસાર પાછળ ચાલી રહી છે છે, તો તે ટીમના ખેલાડીને 20મી ઓવરમાં મેદાનની બહાર કરી દેવામાં આવશે. સીપીએલના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ માઈકલ હોલે કહ્યું, "અમે નિરાશ છીએ કે અમારી ટી20 રમતો વર્ષ-દર વર્ષે લાંબી થઈ રહી છે, અને અમે આને રોકવા માટે જે કંઈ કરી શકીએ તે કરવા માંગીએ છીએ." તેણે વધુમાં ઉમેર્યું, "ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોની ફરજ છે કે તે સુનિશ્ચિત કરે કે રમત સતત આગળ વધે અને અમે ટૂર્નામેન્ટ પહેલા આ ફરજ વિશે ફ્રેન્ચાઇઝી અને અમારા મેચ અધિકારીઓ બંનેને સંવેદનશીલ બનાવ્યા છે. અમારી અપેક્ષા છે કે આ- ગેમ દંડ જરૂરી નથી, પરંતુ અમે માનીએ છીએ કે તે પ્રમાણસર અને જરૂરી છે."

આ છે નિયમ
CPL ના નિયમ અનુસાર ફીલ્ડિંગ કરનારી ટીમ 18 ઓવરની શરૂઆતમાં નક્કી સમય કરતા પાછળ ચાલી રહી હશે તો એક એક્સ્ટ્રા ખેલાડીને 30 યાર્ડ સર્કલની અંદર રાખવો પડશે, એટલે કે સર્કલમાં પાંચ ખેલાડી થઈ જશે. જો ત્યારબાદ 19મી ઓવરમાં પણ પાછળ હશે તો વધુ એક ખેલાડીને સર્કલમાં રાખવામાં આવશે. ત્યાં સુધી સર્કલમાં કુલ 6 ખેલાડી થઈ જશે. 

આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટમાં બેટ્સમેન કેટલી રીતે થઈ શકે છે આઉટ? જાણીને ચોંકી જશો

જો ફીલ્ડિંગ ટીમ 20મી ઓવરની શરૂઆતમાં સમયની પાછળ હશે તો એક ખેલાડીએ મેદાનની બહાર જવુ પડશે. બહાર જનારા ખેલાડીની પસંદગી ટીમનો કેપ્ટન કરશે. 6 ખેલાડી 30 યાર્ડ સર્કલની અંદર જ રહેશે. તો નિર્ણાયક ચેતવણી બાદ બેટિંગ કરનારી ટીમના પાંચ રન કાપી દંડ ફટકારવામાં આવશે. 

ટી20માં આટલો મળે છે સમય
નિયમ પ્રમાણે ટી20 મેચની એક ઈનિંગ માટે ટોટલ 85 મિનિટનો સમય મળે છે. સમયનું ધ્યાન થર્ડ અમ્પાયર રાખે છે. તે સંપૂર્ણ જાણકારી ટીમના કેપ્ટન અને થર્ડ અમ્પાયરને આપશે. આ વખતે સીપીએલ 2023ની શરૂઆત જમૈકા થાલવાહ અને સેન્ટ લૂસિયા વચ્ચે 17 ઓગસ્ટથી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More