Home> Sports
Advertisement
Prev
Next

RCB vs LSG:આજે લખનૌ અને બેંગ્લોર વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને પ્લેઇંગ-11માં મળશે ચાન્સ અને કોણ બની શકે છે ઈમ્પૅક્ટ પ્લેયર્સ

LSG vs RCB: IPL 2023માં આજે માત્ર એક જ મેચ રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને-સામને થશે.

RCB vs LSG:આજે લખનૌ અને બેંગ્લોર વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને પ્લેઇંગ-11માં મળશે ચાન્સ અને કોણ બની શકે છે ઈમ્પૅક્ટ પ્લેયર્સ

LSG vs RCB Playing11: IPLમાં આજે (10 એપ્રિલ) લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે બંને ટીમો આમને-સામને થશે. લખનૌની ટીમે આ સિઝનમાં ત્રણમાંથી બે મેચ જીતી છે, જ્યારે આરસીબીએ અત્યાર સુધીમાં બે મેચ રમી છે. અહીં તેને એક મેચમાં જીત અને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

લખનૌએ પોતાની પ્રથમ મેચમાં દિલ્હીને ખરાબ રીતે હરાવ્યું હતું. આ પછી તેને બીજી મેચમાં ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચમાં આ ટીમે સનરાઇઝર્સને એકતરફી હરાવ્યું હતું. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતી લીધી હતી. આ પછી બીજી મેચમાં તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 81 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

RCB આજની મેચ દ્વારા જીતના પાટા પર પરત ફરવા માંગે છે. RCB માટે સૌથી સારી વાત એ હશે કે શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગા ટીમ સાથે જોડાઈ ગયા છે અને તે આજની મેચ રમી શકે છે. બીજી તરફ, લખનૌની ટીમ છેલ્લી મેચની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. આ ટીમ માટે સારી વાત એ છે કે કેએલ રાહુલે છેલ્લી મેચમાં સારી ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો:
ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર: અંબાલાલ પટેલની આ આગાહી ઉંઘ હરામ કરી દેશે, ખાસ વાંચજો
સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે રાહત, વ્યાપારિક મંદીની શક્યતા
G20 Summit 2023: પાકિસ્તાન અને ચીનની ચાલ પર ભારતે કેવી રીતે પાણી ફેરવી દીધું? જાણો

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11 અને ઈમ્પૅક્ટ પ્લેયર્સ 

RCB (પ્રથમ બેટિંગ): વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કપ્તાન), સુયશ પ્રભુદેસાઈ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા/માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, આકાશદીપ, હર્ષલ પટેલ.

RCB (પ્રથમ બોલિંગ): વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કપ્તાન), ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા/માઇકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, આકાશદીપ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

RCB ઈમ્પેક્ટ પ્લેયર્સ: મોહમ્મદ સિરાજ / સુયશ પ્રભુદેસાઈ.

LSG (પ્રથમ બેટિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદૌની, માર્ક વુડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ.

LSG (પ્રથમ બોલિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, માર્ક વુડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા.

LSG ઇમ્પેક્ટ પ્લેયર્સ: અમિત મિશ્રા/આયુષ બદૌની.

આ પણ વાંચો:
ગોઝારો રવિવાર! વડોદરા-કચ્છમાં બનેલી બે મોટી ઘટનામાં 6ના મોત, સાંભળીને હૃદય ચીરાઈ જશે
સનરાઇઝર્સ હૈદરાબાદે મેળવી સીઝનની પ્રથમ જીત, ત્રિપાઠીની શાનદાર અડધી સદી
હાશ સારું થયું, કોરોના 'બેસી ગયો'! જાણો ગુજરાતમાં આજે કેટલા પોઝિટીવ કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More