Home> Sports
Advertisement
Prev
Next

રણજી ટ્રોફીઃ કર્ણાટકને હરાવી બંગાળ 13 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું


બંગાળના ફાસ્ટર મુકેશ કુમારે 21 પ્રથમ શ્રેણી મેચોમાં ચોથીવાર ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. બંગાળ તરફથી મેચમાં તમામ 20  વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી. 
 

રણજી ટ્રોફીઃ કર્ણાટકને હરાવી બંગાળ 13 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું

કોલકત્તાઃ ફાસ્ટ બોલર મુકેશ કુમારે પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા છ વિકેટ ઝડપી જેથી બંગાળે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં ચોથા દિવસે મંગળવારે અહીં કર્ણાટકને 174 રને હરાવ્યું અને 13 વર્ષમાં પ્રથમવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી છે. મુકેશે 61 રન આપીને 6 વિકેટ ઝડપી જેથી 352 રનના લક્ષ્યનો પીછો કરતા કર્ણાટકની ટીમ બીજી ઈનિંગમાં 55.3 ઓવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બંગાળ તરફથી ઈશાન પોરેલ અને આકાશ દીપે પણ બે-બે વિકેટ ઝડપી હતી. 

કર્ણાટકની ટીમ મંગળવારના ત્રણ વિકેટ પર 98 રનથી આગળ રમવા ઉતરી અને ટીમે સવારના સત્રમાં 16.3 ઓવરમાં 79 રન જોડીને બાકીને સાત વિકેટ પણ ગુમાવી દીધી હતી. બંગાળે પોતાનું છેલ્લું રણજી ટ્રોફી ટાઇટલ 1989-90માં સૌરવ ગાંગુલીના પર્દાપણ સત્ર દરમિયાન જીત્યું હતું,  જ્યારે ટીમે છેલ્લે 2007માં ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ ફાઇનલમાં મુંબઈએ તેને 132 રને પરાજય આપ્યો હતો. ફાઇનલમાં બંગાળનો સામનો ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી એક અન્ય સેમિફાઇનલના વિજેતા સામે થશે. 

ફાઇનલ નવ માર્ચે રમાશે પરંતુ બંગાળની ટીમે આ મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમવી પડશે. બંગાળે સાથે કર્ણાટકને ટાઇટલની હેટ્રિક બનાવતા રોકી દીધું છે. કર્ણાટકે હાલમાં ઘરેલૂ એકદિવસીય (વિજય હજારે ટ્રોફી) અને ટી20 ટૂર્નામેન્ટ (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી) જીતી હતી. ટીમ આ પહેલા 2014-2015માં સતત બીજીવાર ટાઇટલની હેટ્રિક બનાવવામાં સફળ રહી હતી. 

ફાસ્ટર મુકેશે દિવસની ત્રીજી ઓવરમાં મનીષ પાંડે (12)ને શ્રીવત્સ ગોસ્વામીના હાથે વિકેટની પાછળ કેચ કરાવ્યો અને પછી આગામી ઓવરમાં કેવી સિદ્ધાર્થ (0) અને એસ શરત (0)ને સતત બોલ પર પેવેલિયન પરત મોકલીને કર્ણાટકની વાપસીની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિક્કલે 62 રન બનાવ્યા પરંતુ કર્ણાટકની સતત ત્રીજી સેમિફાઇનલની હારને બચાવી શક્યો નહીં. 

મુકેશે તેને ગોસ્વામીના હાથે કેચ કરાવી 21 પ્રથમ શ્રેણી મેચોમાં ચોથીવાર ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 129 બોલમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કર્ણાટકની ઈનિંગનો અંત આવતા વધુ વાર ન લાગી. બંગાળ તરફથી મેચમાં તમામ 20 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More