Home> Sports
Advertisement
Prev
Next

રાની રામપાલને 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરૂવારે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી બની ગઈ જેણે પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર જીત્યો છે.
 

રાની રામપાલને 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરૂવારે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી બની ગઈ જેણે પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર જીત્યો છે. 'ધ વર્લ્ડ ગેમ્સ'એ વિશ્વભરના ખેલ પ્રેમિઓ દ્વારા 20 દિવસના મતદાન બાદ ગુરૂવારે વિજેતાની જાહેરાત કરી હતી. 

તેણે નિવેદનમાં કહ્યું, 'ભારતીય હોકી ટીમની સુપરસ્ટાર રાની 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર 2019' છે'. તેમાં કહેવામાં આવ્યું છે, 'રાની 199,477 મતોથી પ્રભાવશાળી સંખ્યાની સાથે વર્ષની ખેલાડી બનવાની રેસમાં સ્પષ્ટ વિજેતાના રૂપમાં ઉભરી છે. તેમાં જાન્યુઆરીમાં 20 ગિવસમાં વિશ્વભરના રમત પ્રેમીઓએ પોતાના પસંદગીના ખેલાડી માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન કુલ 705,610 મત પડ્યા હતા.'

પાછલા વર્ષે ભારતે એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સ જીતી હતી અને રાનીને ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવી હતી. રાનીની આગેવાનીમાં ભારતે ત્રીજીવાર ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું છે. 

હાલમાં પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયેલી રાનીએ કહ્યું, 'હું આ પુરસ્કાર હોકી સમૂદાય, મારી ટીમ અને દેશને સમર્પિત કરુ છું. આ સફળતા હોકી પ્રેમીઓ, પ્રશંસકો, મારી ટીમ, પ્રશિક્ષક, હોકી ઈન્ડિયા, મારી સરકાર, બોલીવુડના મિત્રો, સાથી ખેલાડીઓ અને દેશવાસિઓના પ્રેમ અને સમર્થનથી સંભવ બની શક્યું જેણે સતત મારા માટે વોટ કર્યો.'

તેણે કહ્યું, 'એફઆઈએચનો મને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નોમિનેટ કરવા માટે વિશેષ આભાર. વર્લ્ડ ગેમ્સ ફેડરેશનનો આ સન્માન માટે આભાર. આ  પુરસ્કાર માટે વિભિન્ન રમતોના 25 ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા હતા. એફઆઈએચે રાનીના નામની ભલામણ કરી હતી.'

આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ (એફઆઈએફ)એ ટ્વીટ કરીને રાનીને શુભેચ્છા આપી છે. પુરસ્કારની દોડમાં ઉક્રેનના કરાટે ખેલાડી સ્ટેનિસલાવ હોરુના બીજા સ્થાન પર જ્યારે કેનેડાની પાવરલિફ્ટિંગ વિશ્વ ચેમ્પિયન રિયા સ્ટિન ત્રીજા સ્થાને રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More