Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2024: ટી20 વિશ્વકપમાંથી કપાઈ શકે છે ગમે તેનું પત્તું? દ્રવિડના નિવેદનથી માહોલ ગરમ

Rahul Dravid: ભારતીય ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રીજી ટી20 બે સુપર ઓવર બાદ જીતી હતી. આ જીત બાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, અમારી પાસે ટી20 વિશ્વકપ માટે ઘણા વિકલ્પ છે.

T20 World Cup 2024: ટી20 વિશ્વકપમાંથી કપાઈ શકે છે ગમે તેનું પત્તું? દ્રવિડના નિવેદનથી માહોલ ગરમ
Updated: Jan 18, 2024, 05:16 PM IST

બેંગલોરઃ Rahul Dravid On T20 World Cup 2024: આ વર્ષે જૂનમાં ટી20 વિશ્વકપ 2024 રમાશે. વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયા હવે કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમવાની નથી. હવે ભારતીય ખેલાડીઓ પાસે વિશ્વકપની તૈયારી માટે માત્ર આઈપીએલ બાકી છે. ટી20 વિશ્વકપ પહેલા ભારતે અંતિમ ટી20 સિરીઝ અફઘાનિસ્તાન સામે રમી જેમાં 3-0થી જીત મેળવી હતી. અફઘાનિસ્તાન સામે સિરીઝ બાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે, ટી20 વિશ્વકપ માટે તેમને ઘણા વિકલ્પ મળી ગયા છે.

અફઘાનિસ્તાન અને તેની પહેલા દક્ષિણ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી, કારણ કે ટીમના કેટલાક સીનિયર અને નિયમિત ખેલાડી આરામ કે ઈજાને કારણે બહાર હતા. તેવામાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં તકનો ફાયદો ઉઠાવતા યુવા અને ટીમના અનિયમિત ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ખુદને આ વર્ષે રમાનાર વિશ્વકપ માટે વિકલ્પના રૂપમાં રજૂ કર્યાં છે. 

વધુ વિકલ્પ હોવાથી એક ખતરો તે પણ વધી જાય છે કે ટી20 વિશ્વકપમાં ગમે તે ખેલાડીનું પત્તું કપાઈ શકે છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રીજી ટી20 જીત્યા બાદ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું- વનડે વિશ્વકપ બાદ અલગ-અલગ ખેલાડીઓ રમ્યા, જેના ઘણા કારણ રહ્યાં. પરંતુ તેનાથી તે સારૂ થયું કે અમારી પાસે વિકલ્પ છે.

આ પણ વાંચોઃ દિગ્ગજ ભારતીય ખેલાડીએ 'ડાઈપર' પહેરીને રમી હતી ખૂંખાર ઈનિંગ, શ્રીલંકાની વાટ લાગી હતી

દ્રવિડે કહ્યું- અમારે કેટલાક પાસા પર કામ કરવું પડશે અને તેના પર વિચારી રહ્યાં છીએ. એક ટીમના રૂપમાં અમારે એટલી મેચ રમવાની નથી. આઈપીએલ છે, જેમાં તે ખેલાડીઓ પર નજર રહેશે.

શિવમ દુબેના પ્રદર્શનથી ખુશ રાહુલ દ્રવિડ
ભારતીય હેડ કોચે શિવમ દુબેને લઈને કહ્યું- તે લાંબા સમય બાદ પરત ફર્યો છે અને પહેલાથી સારો ખેલાડી બનીને ઉભર્યો છે. તેનામાં હંમેશાથી ટેલેન્ટ હતું. હું તેના પ્રદર્શનથી ખુબ ખુશ છું. આનાથી તેનો આત્મવિશ્વાસ વધશે કે વાપસીની સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે. 

વિકેટકીપિંગમાં પણ છે તમામ વિકલ્પ
આ સિવાય હેડ કોચે વિકેટકીપિંગના વિકલ્પો વિશે કહ્યું- અમારી પાસે ઘણા વિકલ્પ છે. સંજૂ, કિશન અને રિષભ છે, હવે જોવાનું તે રહેશે કે આગામી કેટલાક મહિનામાં શું સ્થિતિ રહે છે, તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે