Home> Sports
Advertisement
Prev
Next

IPL 2022: શું આ વખતે પંજાબ કિંગ્સ મયંકની આગેવાનીમાં કરશે કમાલ? જાણો સંભવિત પ્લેઇંગ 11

IPLની 15ની સીઝન 26 માર્ચ થશે શરૂ....જ્યારે પંજાબ કિંગ્સની પહેલી મેચ 27 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. 

IPL 2022: શું આ વખતે પંજાબ કિંગ્સ મયંકની આગેવાનીમાં કરશે કમાલ? જાણો સંભવિત પ્લેઇંગ 11

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન શરૂ થવામાં ગણતરીની કલાકો બાકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. તો પંજાબ કિંગ્સની ટીમ પોતાની પ્રથમ મેચ 27 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ રમશે. આ પહેલા જાણો પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન.

મયંક અગ્રવાલ અને શિખર ધવન કરશે ઓપનિંગ 
IPL 2022માં પંજાબ કિંગ્સ માટે કેપ્ટન મયંક અગ્રવાલ અને શિખર ધવન ઇનિંગ્સની શરૂઆત કરશે.  ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેરસ્ટો ત્રીજા નંબર પર રમશે. બેયરસ્ટો હાલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે. આવી સ્થિતિમાં બેયરસ્ટો શરૂઆતની મેચામાં રમી નહીં શકે.
 
આવો રહેશે ટીમનો મિડલ ઓર્ડર
મિડલ ઓર્ડરમાં લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન અને પ્રભસિમરન સિંહ જેવા ખેલાડીઓ હશે. પંજાબ કિંગ્સની બોલિંગ આ સિઝનમાં ઘણી મજબૂત દેખાઈ રહી છે. બોલિંગમાં હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ અને કાગિસો રબાડા સંભાળશે કમાન. લેગ સ્પિનર રાહુલ ચહર અને ઝડપી બોલર કાગિસો રબાડાના આગમનથી પંજાબ કિંગ્સની બોલિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ ઘાતક બની ગઈ છે.

આ પણ વાંચોઃ IPL 2022: કેપ્ટનશિપના એક યુગનો અંત, ધોની આઈપીએલનો સૌથી સફળ સુકાની, જુઓ આંકડા

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
મયંક અગ્રવાલ ( કેપ્ટન) , શિખર ધવન, જોની બેરસ્ટો(વિકેટ કીપર) , લિયામ લિવિંગસ્ટોન, રાજ બાવા, શાહરૂખ ખાન, ઓડિન સ્મિથ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ અને કગીસો રબાડા.
 
જાણો પંજાબ કિંગ્સની સંપૂર્ણ ટીમની માહિતી
ખરીદેલ ખેલાડીઓ - પ્રભસિમરન સિંહ -( 60 લાખ) હરપ્રીત બ્રાર ( 3.80 કરોડ), શાહરૂખ ખાન ( 9 કરોડ) રાહુલ ચાહર ( 5 .25 કરોડ) , જોની બેરસ્ટો ( 6.75) કરોડ , શિખર ધવન (8.25 કરોડ), કગીસો રબાડા (9.25 કરોડ), ઈશાન પોરેલ (25 લાખ), બેની હોવેલ (40 લાખ), ભાનુકા રાજપક્ષે (50 લાખ), અથર્વ (20 લાખ), નાથન એલિસ (75 લાખ), અંશ પટેલ (20) લાખો) લાખ), હૃતિક ચેટર્જી (20 લાખ), બલતેજ સિંહ (20 લાખ), જીતેશ શર્મા (20 લાખ), ઓડિન સ્મિથ (6 કરોડ), વૈભવ અરોરા (2 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (11.50 કરોડ), રાજ બાવા ( 2 કરોડ) ), ઋષિ ધવન (55 લાખ), સંદીપ શર્મા (50 લાખ) અને પ્રભસિમરન સિંહ (60 લાખ), મયંક અગ્રવાલ (12 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ).

આ પણ વાંચોઃ IPL 2022: રિષભ પંતની આગેવાનીમાં ધૂમ મચાવવા તૈયાર દિલ્હી કેપિટલ્સ, મજબૂત લાગી રહી છે ટીમ

પંજાબ કિંગ્સનું અલગ-અલગ સિઝનમાં પ્રદર્શન:

2021 : છઠ્ઠો નંબર

2020 : છઠ્ઠો નંબર

2019 : છઠ્ઠો નંબર

2018 : સાતમો નંબર

2017 : પાંચમો નંબર

2016 : આઠમો નંબર

2015 : આઠમો નંબર

2014 : બીજો નંબર

2013 : છઠ્ઠો નંબર

2012 : છઠ્ઠો નંબર

2011 : પાંચમો નંબર

2010 : આઠમો નંબર

2009 : પાંચમો નંબર

2008 : ત્રીજો નંબર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More