Home> Sports
Advertisement
Prev
Next

પ્રો કબડ્ડી લીગ-2018માં ગુજરાત જાયન્ટસે પુણેરી પલટનને પોતાન જ ઘર આંગણે હરાવી

મેચની 35મી મિનીટે અવેજી ખેલાડી તરીકે રમી રહેલા અજય કુમારની સુપર રેઈડ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના વિજયમાં ખૂબ જ મહતવની પૂરવાર થઇ હતી.

પ્રો કબડ્ડી લીગ-2018માં ગુજરાત જાયન્ટસે પુણેરી પલટનને પોતાન જ ઘર આંગણે હરાવી

અમદાવાદ: પ્રો કબડ્ડી લીગ-2018માં ગુજરાત ફોરચ્ટુન જાયન્ટસે પુણેરી પલટનને 34-28થી હરાવી જીત હાંસલ કરી છે. મેચની 35મી મિનીટે અવેજી ખેલાડી તરીકે રમી રહેલા અજય કુમારની સુપર રેઈડ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના વિજયમાં ખૂબ જ મહતવની પૂરવાર થઇ હતી. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે ગુરૂવારે પુણેરી પલટનને તેમાનાં ઘર આંગણે જ હરાવીને સીઝનમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે.

સુનિલ કુમારની આગેવાની હેઠળ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે 34-28થી વિજય મેળવ્યો છે. ઝોન-એના પોઈન્ટસ ટેબલમાં મોખરે રહેલી પુણેરી પલટન સામે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની આ સતત ચોથી જીત છે. મેચની પાંચ મિનીટ બાકી હતી અને ગુજરાત માત્ર 3 પોઈન્ટની પાતળી સરસાઈ ધરાવતુ હતું. ત્યારે અજય અવેજી ખેલાડી તરીકે મેચમાં દાખલ થયો અને પલટનના કાફલામાં રેઈડ કરી હતી.

fallbacks

અજયે આ એરોબેટીક રેઈડ વડે 3 પોઈન્ટ મેળવીને મેચનું પાસુ પલટી નાખ્યું હતું અને રમત ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની તરફેણમાં ફેરવાઈ ગઈ હતી. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ માટે મેચ ઉપર સંપૂર્ણ નિયંત્રણ સાથે આગળ વધવા માટે આટલા પોઈન્ટસ પૂરતા હતા. છેલ્લે અજયને મોમેન્ટ ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો. જાયન્ટસનો સુપર રેઈડર સચીન તનવર 12 પોઈન્ટસ સાથે વધુ એક વાર મેઈન સ્કોરર બની ગયો હતો. આ 12 પોઈન્ટમાંથી 9 રેઈડના પોઈન્ટ હતા. તેને રેઈડર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ગુજરાત ફોરચ્યુન જાયેન્ટસે 4-0 પોઈન્ટથી મેચન ખૂબ જ હકારાત્મક રમત શરૂઆત કરી હતી. તેમની અગાઉની બે મેચ કરતાં તે ખૂબ જ નોખા અંદાજથી રમી રહ્યા હતા. સચીન તનવરના કેટલાક ઉત્તમ રેઈડ પોઈન્ટસ દ્વારા ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેણે વિરોધીઓના દળમાં જઈને ઉત્તમ એરોબેટીક્સ દર્શાવી પોઈન્ટસ મેળવ્યા હતા.

fallbacks

પુણેરી પલટનને અસરકારક હોમ સપોર્ટ મળ્યો હતો અને તે રેઈડમાં, ખાસ કરીને નીતિન તોમર ખૂબ જ અસરકારક હતા. તેમની સંરક્ષણ હરોળે કેટલીક ભૂલો કરી છતાં પ્રથમ હાફમાં તોમર સુપર 10 મેળવી શક્યા હતા. હાફ ટાઈમ જાહેર થયો ત્યારે બંને ટીમના 15 પોઈન્ટ થયા હતા. અને એક સરખી સ્થિતિ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More