Home> Sports
Advertisement
Prev
Next

કેપ્ટન કોહલી અને મીરાબાઈ ચાનૂને ખેલ રત્ન, નીરજ બન્યો 'અર્જુન'

ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાનું અર્જુન એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. 
 

કેપ્ટન કોહલી અને મીરાબાઈ ચાનૂને ખેલ રત્ન, નીરજ બન્યો 'અર્જુન'

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ વર્ષના રમત-ગમતના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મિરાબાઈ ચાનૂને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર વિરાટ કોહલી ત્રીજો ભારતીય ક્રિકેટર છે. આ પહેલા સચિન અને ધોનીને આ સન્માન મળી ચુક્યું છે. રમત-ગમત ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને દર વર્ષે મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે એશિયન ગેમ્સ હોવાને કારણે આજે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 

કોને-કોને મળ્યા એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ: વિરાટ કોહલી (ક્રિકેટ), મીરાબાઇ ચાનૂ (વેઇટલિફ્ટિંગ)

અર્જૂન એવોર્ડ: નીરજ ચોપડા (એથલેટિક્સ), જિનસન જોનસન (એથલેટિક્સ), હિમા દાસ (એથલેટિક્સ), એન.સિક્કી રેડ્ડી (બેડમિન્ટન), સતીશ કુમાર (બોકિંસગ), સ્મૃતિ મંધાના (ક્રિકેટ), મનપ્રિત સિંહ (હોકી), સવિતા પુનિયા (હોકી), કર્નલ રવિ રાઠૌડ (પોલો), અંકુર મિત્તલ (શૂટિંગ), રાહી સર્નોબત (શૂટિંગ), શ્રેયસી સિંહ (શૂટિંગ), જી.સાથિયાન (ટેબલ ટેનિસ), મનિકા બત્રા (ટેબલ ટેનિસ), સુમિત (રેસલિંગ), રોહન બોપન્ના (ટેનિસ), પૂજા કાદિયાન (વુશુ), શુભંકર શર્મા (ગોલ્ફ), અંકુર ધામ (પેરા એથલેટિક્સ), મનોજ સરકાર (પેરા બેડમિન્ટન).

fallbacks

દ્રોણાચાર્ય એવોર્ડ: સી.એ.કુટપ્પા (બોક્સિંગ), વિજય શર્મા (વેઇટલિફ્ટિંગ), એ શ્રીનિવાસ રાવ (ટેબલ ટેનિસ), સુખદેવ સિંહ પન્નુ (એથલેટિક્સ), ક્લેરેન્સ લોબો (હોકી, આજીવન), તારક સિન્હા (ક્રિકેટ, આજીવન), જીવન કુમાર શર્મા (જૂડો, આજીવન), વીઆરબીડુ (એથલેટિક્સ, આજીવન)

fallbacks

ધ્યાનચંદ એવોર્ડ: ભરત કુમાર ક્ષેત્રી (હોકી), બોબી અલોયસિયસ (એથલેટિક્સ), ચૌગલે દાદૂ દત્તાત્રેય (કુશ્તી)

તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ: અંશુલ જમ સેનપા (પર્વતારોહી), સ્વર્ગીય રવિ કુમાર (પર્વતારોહી), સાગર પરિક્રમા કરનાર લેફ્ટનન્ટ કમાંડર વર્તિકા જોશી અને તેમની ટીમ (નૌકાયાન), કેપ્ટન ઉદિત થાપર (સ્કાઇ ડાઇવિંગ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More