Home> Sports
Advertisement
Prev
Next

બકવાસ છે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમઃ માઇકલ હોલ્ડિંગ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઓગસ્ટ-2019થી થઈ હતી, જેમાં ટેસ્ટ રેન્કિંગની ટોપ-9 ટીમ ભાગ લઈ રહી છે. તેની ફાઇનલ જૂન 2021માં લોર્ડ્સમાં રમાશે. 
 

 બકવાસ છે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમઃ માઇકલ હોલ્ડિંગ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તે કેમ સંભવ છે કે તમે 5 ટેસ્ટની સિરીઝ રમીને પણ એટલા પોઈન્ટ મેળવી શકો, જેટલા 2 મેચની સિરીઝથી સંભવ છે. 

માઇકલ હોલ્ડિંગે કહ્યું કે, આ ફોર્મેટ પોતાની પૂર્ણ ક્ષમતા પર પહોંચે, તેની પહેલાં તેના વિશે વિચારવાની જરૂર છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઓગસ્ટ-2019થી થઈ હતી, જેમાં ટેસ્ટ રેન્કિંગની ટોપ-9 ટીમ ભાગ લઈ રહી છે. તેની ફાઇનલ જૂન 2021માં લોર્ડ્સમાં રમાશે. 

પોઈન્ટ ટેબલમાં ટોપ 2 પર રહેનારી ટીમને મળશે ફાઇનલની ટિકિટ
ફાઇનલમાં તે ટીમ પહોંચશે જે અંતમાં ટોપ-2માં રહેશે. ચેમ્પિયનશિપ પ્રમાણે દરેક સિરીઝના 120 પોઈન્ટ હોય છે અને સિરીઝમાં રમાનારી મેચના હિસાબે તેની ગણતરી કરવામાં આવે છે. જેમ કે સિરીઝમાં પાંચ મેચ હોય તો દરેક મેચના 24 પોઈન્ટ. બે મેચની સિરીઝમાં એક મેચના 60 પોઈન્ટ. 

માઇકલ હોલ્ડિંગ બોલ્યા- આ ફોર્મ્યૂલા કામ કરશે નહીં
વિઝનડને હોલ્ડિંગના હવાલાથી લખ્યું, 'આ કામ કરશે નહીં. પ્રથમ વાત તો પોઈન્ટ સિસ્ટમ બકવાસ છે. તમે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમીને પણ એટલા પોઈન્ટ મેળવી શકો છો, જેટલા 2 મેચ રમીને.'

જે ટીમ રેસથી બહાર થશે, તેની મેચ જામશે નહીં
તેમણે કહ્યું, 'બીજીવાત, એક સમય એવી સ્થિતિ આવશે જેમાં કોઈ ટીમ પહેલાથી જાણશે કે તે ફાઇનલમાં પહોંચી શકતી નથી, તેથી તેની ટેસ્ટ મેચ રસપ્રદ રહેશે નહીં.'

મોહમ્મદ શમીએ પોતાના દુખભર્યા દિવસોને કર્યાં યાદ, કહ્યું- ત્રણવાર આત્મહત્યાનો વિચાર કર્યો  

ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ 9 મેચ રમી છે, જેમાંથી સાતમાં તેણે જીત મેળવી છે. તે આ સમટે 360 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે. 

ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક સિરીઝમાં 120 પોઈન્ટ
હાલ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ દરેક સિરીઝમાં 120 પોઈન્ટ રાખવામાં આવ્યા છે અને સિરીઝની મેચોના આધાર પર તેને વેંચવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More